SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ શિખામણ : ૩૯૯ : નમે. ૨ શત્રુંજય અષ્ટાપદ શ્રી ગિરનાર, પાવા ચંપા સમેતશિખર નમે; ચતુવિધ સંધને મંગલિક ભર્ણતા, ભક્ત ભણે નિત્ય નિત્ય નમે. જૈન બાળકને સુંદર શિખામણ (દેહ) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, પ્રેમે પ્રણમું પ્રાય; નામ જપતાં પ્રાણીને, આધિ વ્યાધિ ભય જાય. અથિર અસાર સંસારમાં, ધર્મ વિના નથી સુખ; ધર્મ વિનાના જીવડા, પગ પગ પામે દુઃખ. મનુષ્ય જન્મ બાવકકુલે, ઉત્તમ લહી અવતાર; પાપે પ્રપંચને છોડીને, ધર્મ હિયામાં ધાર. નિત્ય સવારે ઉઠીને, ગણ મંત્ર નવકાર; જિનમંદિર વહેલા જઇ, પૂજે જિન જયકાર. ગુરુવંદન વિધિશું કરી, નવકારશી પચ્ચખાણ કરતાં સાચા ભાવથી, પાપ કરમની હાણ. પાઠશાળામાં પ્રેમથી, વિનય સહિત ગુરુ પાસ; આશાતના તજી જ્ઞાનની, કરે ધમ અભ્યાસ: જીવદયા પાળા બહુ, જૂઠું કદીય ન ભાખ; ચોરીથી ચિત્ત વારવું, લાજ હિયામાં રાખ. કંદમૂળ અભક્ષ્યને, ખાતાં બહુલાં પાપ; તે કારણ છડે સદા, સમજ મનમાં આપ. રાત્રિભેજન મત કરે, સાંજે કરો એવિહાર; લાભ અતિશય પામશે, થાશે સુખ શ્રીકાર. સામાયિક સુંદર કરી, કરે તવ-વિચાર; પાપ કરમ દૂરે તજે, વેગે લહે ભવપાર. શ્રાવકના બાલતણું, એ સુંદર આચાર; પાને જે બહુ પ્રેમથી, ઉત્તમ તસ અવતાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy