________________
તાની વિધિ
૧ ૩૭૧ : ૧૦ તીર્થકર વર્ધમાન તપ ( શ્રી શ્રમણ સંઘ ત૫)
જે વૃદ્ધિ પામે તે વર્ધમાન કહેવાય. આ તપમાં પ્રથમ શ્રી ઋષભદેવજીને આશ્રી એક એકાસણું કરવું. શ્રી અજિતનાથજીને આશી બે એકાસણા કરવા. એ રીતે વધતાં શ્રી મહાવીર સ્વામીને આશ્રી ચોવીસ એકાસણા કરવા. ત્યારપછી પશ્ચાનુપૂર્વીવડે શ્રી મહાવીર સ્વામી આથી એક એકાસણું, શ્રી પાર્શ્વનાથ આશ્રી બે એકાસણા, એ રીતે વધતાં શ્રી ષભદેવજીને આશ્રી વીશ એકાસણું કરવા. દરેક જિનને આશ્રીને પચ્ચીશ એકાસણું કુલ થાય છે, અથવા એકી સાથે દરેક જિનને આશ્રીને પચીસ પચીસ એકાસણું કરવા. આ બન્ને રીતે કરતા કુલ છ એકાસણે આ તપ પૂર્ણ થાય છે. જે તીર્થ કરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામનું ગણું વીશ નવકારવાલીનું ગણવું. સાથીઆ, ખમા અને લેગસ બાર બાર કરવા.
૧૧ શ્રી અક્ષયનિધિ તપની વિધિ. આ તપ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી સોળ દિવસે પૂરો કરવો, તેમાં સુવર્ણને રત્નજડિત કાઈ રૂપા વગેરે ધાતુનો અથવા છેવટે શક્તિ ન હોય તે માટીને કુંભ કરાવે. પછી તે કુંભ ઘરમાં દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને ડાંગરની ઢગલી કરી તે ઉપર પધરાવ. બનતાં સુધી કુંભ પાસે અખંડ દીવો ફાનસમાં યત્નાપૂર્વક ૧૬ દિવસ સુધી રાખો. તેની સમીપે સ્વસ્તિક કરી તે ઉપર શ્રી કલ્પસૂત્ર પધરાવવું. દરરોજ બે ટંક પડિક્ષમણું, દેવવંદન, પડિલેહણ, ભૂશિયન કરવું. બ્રહ્મચર્ય પાળવું. એકાસણને તપ ૧૫ દિવસ પર્યત કરવો. છેલ્લે દિવસે એટલે ભાદ્રપદ શુદિ ૪ થે (વચ્છરીએ) ઉપવાસ કરવો.
- ૧ એકાસણને બદલે નવી તથા આયંબીલ કરવાનું જૈન પ્રબંધ અને જેન સિધુમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org