________________
સત્તાવીશ ભવનું સ્તવન
[: ૩૪૩ થાય. ૫ તેરમે ચેાથે સ્વર્ગ રમી, કાળ ઘણો સંસારે ભમી; ચૌદમે ભવ રાજગૃહી જાય, ચોત્રીસ લાખ પૂરવને આય ૬ થાવર વિપ્ર ત્રીદંડી થ, પાંચમે સ્વર્ગ મરીને ગ; સેલમે ભવ કોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. ૭ સંભૂતિમુનિ પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર; માસખમણું પારણું ઘેરી દયા, મથુરામાં ગોચરીએ ગયા. ૮ ગાય હણ્યા મુનિ પડ્યા ધસ્યા, વૈશાખનંદી પિતરીયા હસ્યા; ગોઇંગે મુનિ ગવે કરી, ગગન ઉછાળી ધરતી ધરી. ૯ તપ ગર્વથી હેજે બળ ધણી, કરી નીયાણું મુનિ અણુસણી; સત્તરમે મહાશુદે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. ૧૦
ઢાળ ૪ થી (નદી યમુનાને તીર ઊડે દય પંખીયા-એ દેશી) અઢારમે ભાવે સાત, સુપન સુચિત સતી; પિતનપુરીએ પ્રજાપતિ, રાણી મૃગાવતી; તાસ સુર નામે ત્રિપુષ્ટ, વાસુદેવ નૃપના, પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપના. ૧ વીશમે ભવ થઈ સિંહ, ચેથી નરકે ગયા; તિહાંથી ચવી સંસારે, ભવ બહુળા થયા; બાવીશમે નરભવ લહી, પુણ્યદશા વસીયા, વીશમે રાજ્યપાની, મૂકાએ સંચરીયા. ૨ રાય ધન્ય જય ધારણી, રાણીએ જનમિયા, લાખ ચોરાસી પુરવ આયુ છવિયા; પ્રિયમિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી; કડી વરસ ચારિત્રદશા પાળી સહી. ૩ મહાશુદે થઈ દેવ, ઈણે ભારતે ચવિ; છત્રિકા નગરીયે, જિતશત્રુ રાજવી. ભદ્રા માય લખ પચવીશ, વરસ સ્થિતિ ધરી; નંદન નામે પુરે, દીક્ષા આચરી. ૪ અગીયાર લાખ ને એંશી, હજાર છસે વળી ઉપર પીસ્તાલીશ, અધિક પણ દિન ૩ળી, વીશસ્થાનક માસમણે માસખમણ, જાવજીવ સાધતાં; તીર્થકર નામકર્મ, તિહાં નિકાચતાં. ૫ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા; છવ્વીસમે ભવ પ્રાણુતકપે દેવતા; સાગર વીશનું જીવિત સુખભર ભેગ, શુભવીર જિનેશ્વર ભવ સુણો હવે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org