SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૧૩ શ્રી મહાવીર સ્વામીના પંચકલ્યાણકનું તથા સત્તાવીશ ભવનું સ્તવન, પંચલ્યાણકનું સ્તવન, (પ્રભુ ચિત ધરીને અવધારા મુજ વાત એ દેશી.) સરસ્વતી ભગવતી દીએ મતિ ચંગી, સરસ સુરંગી વાણુ, તુજ પસાય મયિ ચિત્ત ધરીને, જિન ગુગુ રહણની ખાણ, ગિરૂઆ ગુણ વીરજી, ગાઈશું ત્રિભુવન રાય, જશ નામે ઘર મંગળમાળા, તસ ધર બહુ સુખ થાય. ગિરૂઆ૦ ૧ એ આંકણી. જંબુદીપ ભરતક્ષેત્રમહિ, નયર માહણકુંડ ગ્રામ; ભદત વર વિપ્ર વસે તિહા, દેવાનંદા તસ પ્રિય નામ. ગિરૂઆ૦ ૨ સુર વિમાન વર પુત્તરથી, ચવિ પ્રભુ લીએ અવતાર; તવ તે માહણી રણ મળે, સુપન દેખે દશ ચાર. ગિરૂઆ૦ ધૂરે મયગલ મલપત દેખે, બીજે વૃષભ વિશાળ; ત્રીજે કેશરી ચેાથે લક્ષ્મી, પાંચમે કુસુમની માળ. ગિરૂઆ૦ ૪ ચંદ્ર, સુરજ, દેવજ, કળશ, પસર, દેખે દેવવિમાન, રયણાયરે રયણાયર રાજે, ચૌદમે અગ્નિ પ્રધાન. ગિરૂઆ૦ ૫ આનંદભર જાગી સા સુંદરી, કંતને કહે પરભાત, સુણુય વિપ્ર કહે તુમ સુત હશે, ત્રિભુવનમાંહે વિખ્યાત. ગિરૂઆ૦ ૬ અતિ અભિમાન કીયો મરીચ ભરે, ભવિ જુઓ કમવિચાર, તાત વિપ્રવર તિહાં થયા કુંવર, વળી નીચ કુળે અવતાર. ગિરૂઆ૦ ૭ ઇણે અવસર દ્રાસન ડોલે, નાણે કરી હરી જય, માહણી કૂખે જગગુરુ પેખી, નમી કહે અધટતું હેય. ગિરૂઆ૦ ૮ તતક્ષણ હરિણગમેલી તેડાવી, મોકલી તેણે ઠામ, માહણું ગર્ભ અને ત્રિશલાને, બિહુ બદલી સુર જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy