________________
સમ્યક્ત્વમૂલ બાર વ્રતનું સવરૂપ
આ વ્રતના પાંચ અતિચાર, ૧. ધન ધાન્ય–જયારે ધારેલી ધારણથી અધિક થઈ જાય ત્યારે ધર્મ ખાતામાં વાપરવાના બદલે પુત્ર, પુત્રી અગર સ્ત્રીનાં નામે ચઢાવી દે.
૨. ક્ષેત્રમાં બે ક્ષેત્રને એક કરી નાંખી ધારેલા પરિણામથી અધિક રાખે.
૩. રૂપું તેનું પણ કોઈનાં નામ ઉપર આઘું પાછું કરી ધારણા કરતાં અધિક રાખે.
૪. ત્રાંબા વિગેરે ધાતુઓમાં પણ એ જ પ્રમાણે આડાઅવળા નામે ચટાવી ગેટાળ કરે.
૫. દાસ-દાસી, ગાય-ભેંશ વિગેરેમાં પણ મર્યાદાથી અધિક રાખી ગોટાળા કરે.
૬ દિશાપરિમાણ વ્રત. ચાર દિશા, ચાર વિદિશા, ઊર્વ અને અધે મળી દશ દિશામાં અમુક ગાઉ સુધી જવાને નિયમ કરે. (કાગળ, તાર, છાપા વાંચવાની જાણ રાખી શકાય છે.)
છ વ્રતના પાંચ અતિચાર ૧. મર્યાદા કરતા વધારે ઊંચા જવું તે. ૨. , , , નીચા જવું તે.
ચાર દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે. ૪. બધી દિશાના ગાઉ ભેગા કરી એક દિશાએ વધારે જવું અર્થાત્ રાખેલા પ્રમાણમાં પિતાની ઇચ્છા મુજબ ઓછું વધતું કરવું.
૫. કેટલા ગાઉ રાખ્યા છે એની ખબર ન રહેવાથી આગળ જવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org