________________ આવશ્યક મુક્તાવલી : પ્રથમ ખંડ 18 ભવજલધિમાંથી હે પ્રભે! કરુણા કરીને તારજે, ને નિર્ગુણીને શિવનગરનાં, શુભસદનમાં ધાર; આ ગુણી આ નિર્ગુણી, એમ ભેદ મોટા નવ કરે, શશી સૂર્ય મેઘયરે, દયાલુ સર્વનાં દુઃખ હરે. 19 હે નાથ ! આ સંસારસાગર, ડૂબતા એવા મને, મુકિતપુરીમાં લઈ જવાને, જહાજરૂપે હો તુમે; શિવરમણનાં શુભસંગથી, અભિરામ એવા હે પ્રભો મુજ સર્વસુખનું મુખ્ય કારણું, હો તુમે નિત્ય વિભુ. 20 તારાથી ન સમર્થ અન્ય દીનને, ઉદ્ધારનારે પ્રભુ, મારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ, મૂતિ મંગલસ્થાન તેય મુજને. ઈચ્છા ન લક્ષમીતણું, આપ સમ્યગ્રરત્ન શ્યામજીવને, તે તૃપ્તિ થાયે ઘણ. તું અકલંકી રૂપસરૂપી, પરમાનંદ પર તું દાઈ, તું શંકર બ્રહ્મા જગદીશ્વર, વીતરાગ તું નિરમાલી. 1 અનુપમ રૂપ દેખી તુજ રીઝે, સુર નર નારીકે વૃન્દા; નામે નિરંજન ફણિપતિ સેવિત, પાસ ગેડીચા સુખકંદા. 2 કાને કુંડલ શિર છત્ર બિરાજે, ચક્ષુ ટીકા નિરધારી, હસ્તબીજો હાથ સહીયે, તુમ વદે સહુ નર નારી. 3 અગ્નિ કાણસે સર્ષ નીકાલા, મંત્ર સુનાયા બહુ ભારી, પૂર્વ જન્મકા વૈર ખેલાયા, જળ વરસાયા શિરધારી. 4 જળ આવી પ્રભુ નાકે અડીયા, આસન કંપ્યા નિરધારી; નાગ નાગણું છત્ર ધરે છે, પૂર્વ જન્મકા ઉપકારી. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org