________________
વિધિવિધાને
૧ ૨૧૭
કારેણ સંદિસહ ભગવન! સઝાય કરું? ઈચ્છ' એમ કહી ત્રણ નવકાર ગણવા. પછી બે ઘડી (૪૮ મિનિટ) સઝાય ધ્યાન-ધર્મધ્યાન કરવું.
૪ સામાયિક પારવાને વિધિ. ખમાસમણ દઈ, ઈરિયાવહી યાવત લેગસ સુધી કહી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપતિ પડિલેહું ? ઈચ્છ” કહી, મુહપતિ પડિલેહી, ખમાસમણ દઈ “ઈચ્છા સામાયિક પારૂં? યથાશક્તિ” વળી ખમાસમણ દઈ “ઇછા સામાયિક પાયું, તહતિ” કહેવું. પછી જમણે હાથ અરવલા ઉપર અથવા કટાસણ ઉપર સ્થાપી એક નવકાર ગણું “સામાઈયવયજુત્તા ” કહીએ. પછી જમણે હાથ પિતાના મુખ સામે સવળે રાખીને એક નવકાર ગણીએ.
૫ દૈવાસિક પ્રતિકમણને વિધિ પ્રથમ બતાવ્યા મુજબ સામાયિક લેવું. પછી પાછું વાવયું હોય તે મુહપત્તિ પડિલેહવી અને આહાર વાવર્યો હોય તે વાંદણાં બે દેવાં. ત્યાં બીજા વાંદણુમાં “આવસિઆએ” પદ ન કહેવું. પછી યથાશક્તિ પચ્ચખાણ કરવું. પછી ખમાસમણ દઈ ઈચછા કહી વડેરાએ અથવા પિતે ચૈત્યવંદન કહેવું. પછી જે કિંચિ નમુથુછું કહી ઊભા થઈને અરિહંતઈયાણું તથા અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ કરી પારીને નમહંતુ કહી પ્રથમ થાય કહેવી. પછી લોગસ્સવ સવલેએ અરિહંતચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારીને બીજી થાય કહેવી. પછી પુખરવરદી કહી સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગં વંદણવત્તિયાએ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારીને ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણું, બુહાણું કહી વૈયાવચ્ચગરાણું કરમિ કાઉસગ્ગ અન્નગ્ધ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારીને નમે
ત કહી ચોથી થાય કહેવી. પછી બેસીને નમુથુનું કહેવું. પછી
૧ સ્થાપનાચાર્ય હેય તો નવકાર ગણવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org