________________
સંક્ષિપ્ત ભાવાર્થ - અતિચાર-આ પફખી વિગેરે પ્રતિક્રમણ વખતે પાંચ આચાર તથા આર વ્રત વિગેરેમાં લાગેલા દોષ દૂર કરવા માટે બોલાવામાં આવે છે. તેમાં નીચે જણાવેલી બાબતોમાં લાગતા દૂષણે બતાવેલા છે.
જ્ઞાનાચાર-જ્ઞાનને ભણવું તથા ભણાવવું તે. દશનાચાર–સમકિત પાળવું તથા પળાવવું તે. ચારિત્રાચાર–સંયમ પાળવું તથા પળાવવું તે. સમક્તિ, બારવ્રતો, તથા તેના અતિચારોનું વર્ણન બતાવવામાં આવ્યું છે.
સંલેષણમરણ સમયે ભવિષ્યની ગતિ સુધારવા માટે વ્રત, પચ્ચખાણ કરવાં તે.
બાહા ત૫–જેને બીજાઓ દેખી શકે એવો ઉપવાસાદિ, વિનયાદિ તપ કરવો તે.
અત્યંતર તપ-જેને બીજાએ ન દેખી શકે એ પશ્ચાત્તાપ, વિયાદિ તપ કરે તે.
વીર્યાચાર-ધર્મ સંબંધી ક્રિયાઓ તથા કાર્યોમાં પિતાની શક્તિને સદુપયોગ કરવો તે. આ સર્વેમાં લાગેલા દોષે અતિચારમાં જણાવેલા છે અને તેની માફી માગવામાં આવી છે.
સંતિક-શ્રી મુનિસુંદરસૂરિજીએ રચેલું આ શ્રી શાન્તિનાથનું સ્તવન છે. તેની અંદર કેટલાએક દેવ તથા દેવીઓની આપણું રક્ષણને માટે પ્રાર્થના કરવામાં આવી છે.
તિજયપહુત (સસતિશત સ્તોત્ર) આ સ્તોત્રમાં એક સો સિત્તેર તીર્થંકરની સ્તુતિ છે. શ્રી માનદેવસૂરિજીએ કોઈ વખતે શ્રી સંઘમાં
યંતરે કરેલ ઉપસર્ગ દૂર કરવા આ સ્તોત્ર રચ્યું છે. - નમિફણ (મહાભયહર સ્તોત્ર) આ શ્રી માનતુંગરિજીએ..
યેલું શ્રી પાશ્વનાથનું સ્તોત્ર છે. એક સ્થિર ચિત્તે ભણવાથી હટા હેટા ભય તથા વ્યાધિઓ નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org