________________
પંચપ્રતિ મણદિ સરો ઇત્યાદિ અનર્થના કાર્યોમાં અનેક પ્રકારે ઘણુ માણસે પ્રવર્તે છે; તેથી મંદ સ્વરે પ્રતિક્રમણ કરવાને ઉપગ રાખ.
૩ પ્રતિક્રમણ એક જણ ભણાવે અને બીજા માણસે તેનાં સૂત્રો લક્ષ્યમાં રાખી સાંભળે અથવા મનમાં ભણે. તેમ કરવાથી અર્થનું ચિંતવન બરાબર થઈ શકે છે, તથા ઉપયોગ પણ રહી શકે છે.
૪ કાઉસ્સગ કરતી વખતે નાસિકાના અગ્રભાગ પર દૃષ્ટિ રાખવી, તેમ ન બની શકે તો સ્થાપનાચાર્ય પર દૃષ્ટિ રાખવી. - ૫ પ્રતિક્રમણ કરતી વખતે દૃષ્ટિ સ્થાપનાચાર્ય પર રાખવી. દષ્ટિને અસ્થિર રાખવાથી અથવા અન્ય ચિત્તે પ્રતિક્રમણ કરવાથી અવિધિ દોષ લાગે છે, અને કરેલી ક્રિયા નિષ્ફળપ્રાયઃ થાય છે; માટે ઉપયોગ રાખ. - ૬ પ્રતિક્રમણની બધી ક્રિયા પ્રમાદ રહિતપણે કરવાની છે, માટે તે વખતે જરૂરીયાત વિના (ચરવળ હેય તો) કટાસણું ઉપર બેસવું નહિં. બનતાં સુધી કાઉસ્સગ્ન, વંદન વિગેરે સર્વ આવશ્યક જયણપૂર્વક ઊભા ઉભા કરવાનાં છે, શરીરે બેચેની હેય તો જ બેઠા બેઠા કરવું જોઈએ. પ્રતિક્રમણ ઠાયા પછી છ આવશ્યક સુધી ઊભા ઊભા ક્રિયા કરવાની હોય છે, માટે કટાસણું કાઢી નાંખવું. ફક્ત વંદિત્ત તથા છ આવશ્યકની પૂર્વે અને પછી કરવામાં આવતી ક્રિયા જ કટાસણું ઉપર બેસીને કરવાની છે. ( ૭ શિષ્ય અને શ્રાવકે ગુરથી સાડાત્રણ હાથ દૂર રહી ક્રિયા કરવી, તેમ કરવાથી જ ગુરુનું બહુમાન સચવાય છે. સાધવી તથા શ્રાવિકાએ મોહપ્રસંગ નિવારવા માટે ગુરુથી તેર હાથ દૂર રહી ક્રિયા કરવી. તે જ પ્રમાણે સાડીથી અન્ય સાધ્વી અને શ્રાવિકાઓમાં બહુમાનાથે સાડાત્રણ હાથ, તથા સાધ્વીથી સાધુ અને શ્રાવકને મેહપ્રસંગ નિવારવા માટે મેં તેર હાથ દૂર રહેવાનું સમજવું. આ ઉત્કૃષ્ટ અવગ્રહ જાણુ.
૮ પ્રતિક્રમણ કેવી રીતે કરવું? કઈ પણ સાધુ, સાધવી, શ્રાવક-શ્રાવિકાએ તદ્રુપ ચિત્તવાળા થઈને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org