________________
જિત્રા પૂજા વિધિ
: ૧૫ પ્રભુનું મુખ જોતાં બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી “ નામે જિણાણું” બોલવું. જ્યાં પ્રદક્ષિણા ફરી શકાય ત્યાં ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા ફરતા અને ફર્યા પછી દહેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું. પછી મૂળનાયક સન્મુખ જઈ
તુતિના શ્લેકે બોલવા પુરુષોએ પ્રભુની જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઊભા રહેવું. સ્તુતિ બોલતી વખતે પિતાનું અધું અંગ નમાવવું. પૂજા કરનારે પિતાના પાળમાં, ગળે, છાતીએ અને નાભિએ એમ ચાર તિલક કરવા. પછી બીજી વખત “નિરિસહી” કહી દ્રવ્ય પૂજામાં જોડાવવું. દ્રવ્ય પૂજા કર્યા બાદ ત્રીજી “નિરિસહી” કહી ભાવપૂજા એટલે ચૈત્યવંદન કરવું.
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ. અષ્ટપ્રકારી પૂજા એટલે આઠ પ્રકારોથી શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવી. એ આઠ પ્રકારોમાં પહેલા ત્રણ પ્રકારની પૂજાને અંગપૂજા કહેવાય છે, કારણ કે તે પૂજા પ્રભુના અંગને સ્પર્શ કરીને કરવાની હોવાથી તેને અંગપૂજા કહેવાય છે.
જેને શરીરમાંથી રસી ઝરતી હોય તેણે અંગપૂજા પિતાના ચંદન-પુષ્પ આદિથી બીજા પાસે કરાવવી. અગ્રપૂજા તથા ભાવપૂજા પિતે કરવી.
જલપૂજા–પ્રથમ પંચામૃતથી( દૂધ, દહીં, સાકર, ઘી અને પાણી ભેગા કરીને) શ્રી જિનપ્રતિમા આદિને ન્હવણ કરી પછી ચકખા પાણીથી ન્હવણુ કરવું. ત્રણ આંગલુછાણું પોતાના હાથે જ બહુમાનપૂર્વક કરવા. જંગલુછણ સારામાં સારી ઊંચી મલમલના રાખવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org