________________ 1. સમેતશિખર રાસા આ રાસની રચના અમૃતસાગરનાં શિષ્ય કવિ ગુલાબચંદ સં. ૧૮૩૫માં પોતાનાં આત્માનંદ માટે કરી હશે અને સૌભાગ્યસૂરિએ તેનું સંશોધન કરી સં. ૧૯૭૭ના વૈશાખ માસમાં અજીમગંજમાં ગાયો હશે. કવિએ ‘રાસ' નામનો પ્રયોગ કર્યો છે પણ સમગ્ર કૃતિમાં દુહા અને ઢાળમાં ર0 તીર્થકરોના જીવનની ઝાંખી કરાવીને નિર્વાણની માહિતી આપી છે. કવિએ મધ્યમકાલીન કાવ્ય પરંપરાનુસાર અંતે કળશ રચના કરીને ગુરુ પરંપરા સાથે કવિ અને સ્થળનો નિર્દેશ કર્યો છે. : સમેતશિખર રાસઃ ઈહાં વાંદી વીર જિનેસરૂ, રચણ્યું રાસ રસાલ, તીરથ શિખર સમેતની, મહિમા વળી વિશાલ ... (1) મોટો તીરથ મહિયલે, પ્રગટ્યો શિખર સમેત, કોડાકોડી મુનિવરુ, સિદ્ધગએ ઈહ ખેત ... (2) તીરથ શિખર સમેત એ, ફરસ્યાં પાપ પુલાય, ભવિજન ભેટો ભાવસ્યું, જયું સુખ સંપદ થાય ... (3) મહિમા શિખર સમેતની, કહિ ન શકે કવિ કોય, ગુણ અનંત ભગવંતનાં, તિમ એ તીરથ હોય ... (4) : ઢાળ - ચોપાઈની : ગિરિવર શિખર સમો નહીં કોય, એહની મહિમા સબ જગ હોય, વીશ જિનેસર મુગતે ગયા, મુનિજન ધ્યાન ધરીને રહ્યા ... (1) પ્રથમ અયોધ્યાનગરી ભલી, તિહાં જિતશત્રુ નરેસર બલી, વિજયારાણીનો સુત જાણ, અજિત કુમર સહુ ગુણનાં ખાણ ... (2) જસુ ઈંદ્રાદિક સેવા કરે, ઈંદ્રાણી અતિ ઉત્સવ ઘરે, ચક્રવર્તીની પદવી લહી, ખંડ છે એ જિણ સાધ્યા સહી ... (3) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org