SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અથ સમુદ્યાત વિચાર : સમુદ્રઘાત સાત કહીઇં. કેહા કહા? વેદના સમુદ્યાત, કષાય સમુદ્ધાત, મરણ સમુદ્યાત, વૈક્રિય સમુદ્યાત, તૈજસ સમુદ્ધાત", આહારક સમુદ્ધાત, કેવલી સમુદ્યાત. એ સાત સમુદ્યાત જિવાઈ જીવનઈ ગડગૂંબડ, જવરાદિક અથવા શસ્ત્રાદિ, ઘાતાદિકની ગાઢી વેદના હુઇ, તિવારઇ જીવ આપણા જીવ પ્રદેશ બાહિરિ કાઢઈ. પેટ, મુખ, નાસિકા, કાનાદિના વિવર જીવ પ્રદેસે કરી ભરઈ. જેવડઉં શરીર છો તેવડઉં આકાશ ક્ષેત્ર ત્યાહિ પણ આપણઈ પ્રદેશ વ્યાપી કરી અંતર્મુહૂર્ત રહઈ. ઘણા અસ્માતા વેદની કર્મ પુદ્ગલા ક્ષિપઈ. પછઈ વલી શરીરમાંહિ આવઈ એ વેદનાસમુદ્દાત કહીયઈ. ઈમ જેતીવાઈ જીવ રોષાદિક કષાય નઈ તીવ્ર ઉદય વર્તતો, તેતિ વારઈ મુખ, નાસિકા કર્ણાદિક ના વિવર પૂરી સ્વ શરીર પ્રમાણ બાહિરી આકાશ ક્ષેત્ર વ્યાપઈ કષાય કર્મના પુદ્ગલ ઘણા વેયઈ વલી અંતર્મુહૂર્ત પૂઠિ શરીરજ માંહિ આવઇ. એ કષાય સમુદ્દાત કહીંશું. મરણનઈ સમઈ અંતર્મુહૂર્ત થાક લઈ કેતલાઈ જીવ મરણ સમુદ્રઘાત કરાઈ. કરતઉ આપણા જીવ પ્રદેશ બાહિરિ ગાઢઈ, જધન્ય તો અંગુલનઉં અસંખ્યાતમઉં ભાગ, ઉત્કૃષ્ટઉં અસંખ્યાતા જોયણ. કુણઈ થાનકિ આવતાં ભવિ ઉપજિ સ્ય તિહાં જીવ પ્રદેશ ઘાલઇં. ઋજુગતિ કરઈ તનુ એકઈં જ સમઈ ઘાલઈ વક્ર ગતિ તિ કરઇ, તલું ઉત્કૃષ્ટ્રલ પાંચમાં સમાઈ ઘાલૐ ઈણઈ જ આઉખાં ના ઘણાં કર્મ પુદલ વેઈનઇં ક્ષિપઈ. એહૂ મરણ સમુદ્ધાત અંતર્મુહૂર્ત પ્રમાણ હુઈ૩. વૈક્રિય લબ્ધિની ધણી જેતી વારછે વૈક્રિય શરીર કરઈ તેતી વારઈ આપણા જેવડઉં પહુલ પણિજાઉં, પણિ અનઈ લાંબપણિ જ ઘણ્યઉં, અંગુલનઉ અસંખ્યાતમઉં ભાગ ઉત્કૃષ્ટઉં સંખ્યામવું જોયણ પ્રમાણ. જીવ પ્રમાણી જીવ પ્રદેશ દંડ શરીર બાહિર કાઢી વૈક્રિય યોગ્ય પુદ્ગલ લેઈ કરી વૈક્રિય શરીર કરશું. તિ વારઈ વૈક્રિય સમુઘાત હુઇ. તિહાં પોતાના વૈક્રિય શરીર નામ કર્મના પુદ્ગલ ઘણી વેઈ ક્ષિપઇ. એ વૈક્રિય સમુદ્દાત કહી છે. તેનો લેશ્યા લબ્ધિની ધણી કો મહાત્માદિક કોઈ ઉપર કોપિઉં હુંતઉ પોગલ પણિ જાડપણિ આપણા શરીર પ્રમાણ લાંબપણિ જધન્યત અંગુલનઉ અસંખ્યાતમઉં ભાગ ઉત્કૃષ્ટો સંખ્યાતા જોયણ ૧૫૬ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy