________________
૧૩. સ્થૂલિભદ્ર નવરસો (દુહા) જૈન સાહિત્યમાં રસ નિરૂપણને કેન્દ્રમાં રાખીને “નવરસો' કે નવરસ શીર્ષકથી સ્થૂલિભદ્ર અને તેમનાથના ચરિત્રનું વર્ણન થયું છે. કવિ દીપવિજયે સં. ૧૮૬૨માં સ્થૂલિભદ્ર નવરસ દુહાની રચના કરી છે. આ કૃતિ અપ્રગટ છે. તેને અત્રે પ્રગટ કરવામાં આવી છે. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરથી હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. તેની ભાષા સરખી અને સુગ્રાહ્ય છે. શ્રીયક સ્થૂલિભદ્રને કોશ્યાને ત્યાંથી બોલાવીને રાજયનું મંત્રી પદ સ્વીકારવા જણાવે છે. પણ ધૂલિભદ્ર રાજ ખટપટવાળા મંત્રીપદનો અસ્વીકાર કરીને દીક્ષા અંગીકાર કરે છે. કોશ્યાને ત્યાં ચાતુર્માસ રહીને કોશ્યાને વ્રતધારી શ્રાવિકા બનાવે છે. આવૃત્તાંત નું રસિક નિરૂપણ થયું છે તેમાં રસ અને સંવાદથી કૃતિ આસ્વાદ્ય બની છે. સાહિત્યમાં દુહા' વિશેષ પ્રચલિત છે. કવિએ સરળ દુહામાં સ્થલિભદ્ર અને કોશ્યાના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું છે.
સ્થૂલિભદ્ર નવરસો (દુહા)
ઢાળ - ૧ યૂલિભદ્ર કહે સુણ ભૂપતિ, કિમ માર્યો મુજ તાત મુઝ તેડવા કિંમ મોકલ્યો, કહો હિવે અવદાત... (૧) ભૂપતિ કહે થૂલિભદ્ર સુણો, વાંક નહીં મુઝ કોય પંડિત એક દેશાંતરી, મુઝ ભણી આવ્યો સોય...(૨) કવિત્તગુણ માહરા કહ્યાં, ઓલગ કીધી સાર તવ તૂઠો હું તેહને, દીધાં લાખ દીનાર...(૩) મેંહતા ભણી મેં મોકલ્યો, લેવા લાખ પસાય ભોજન ભગતિ કરી ઘણી, પિણ નવિ ષે લાખ સવાય... (૪)
૧ ૨૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org