________________
આ છે અણગાર અમારા
૮૫ મેવાડ આદિ અને પ્રાંતોમાં વિહાર કરી તેમણે સારું સન્માન પ્રાપ્ત કર્યું.
પૂજ્ય શ્રી જીવરાજજી મહારાજ લોકાશાહના સિદ્ધાન્તોના પ્રબળ સમર્થક હતા. તેમણે પણ આગમવિરુદ્ધ મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. બત્રીસ સૂત્રોને પ્રામાણિક માન્યા. મુહપત્તિ મુખ ઉપર જ બાંધવી જોઈએ, હાથમાં રાખવાથી પ્રમાદ જન્ય દોષો લાગે છે. તેઓ સ્પષ્ટપણે માનતા કે –
મુખ બાંધી તે મહુપત્તિ, હેડકી પાટો ધાર ! અતિ હેઠી દાઢી થઈ, જોતર ગળે નિરધાર ! એક કાને ધ્વજ સમ કહી, ખભે પઠેડી ઠામ !
કેડે ખોસી કોથળી, નાવી પુણ્યને કામ || તેમ જ શિવ પુરાણના એકવીસમાં અધ્યાયના પંદરમાં શ્લોકમાં જૈન સાધુનું વર્ણન છે તે પણ આ વાતને પુષ્ટ કરે છે.
हस्ते पात्रं दधानाच, तुण्डे वस्त्रस्य धारकाः ।
मलिनान्येव वस्त्राणि, धारयन्तोऽ ल्पभाषिणः ॥ અર્થ : જૈન સાધુઓ હાથમાં પાત્ર રાખે છે, મોઢા ઉપર વસ્ત્ર ધારણ કરે છે, વસ્ત્રો મલિન હોય છે અને ઓછું બોલે છે.
તેમણે સાધુ સામાચારીના અને શાસ્ત્રાનુકૂલ નિયમોનું નિર્માણ કર્યું હતું. સાધુ તથા શ્રાવક વર્ગ પણ તેનું પાલન કરતા હતા. પૂજય શ્રી જીવરાજજી સ્વામી વક્તાની સાથે કવિ પણ હતા. તેમની કવિતાઓ સાધ્વાચારને અનુરૂપ હતી.
| વિ. સં. ૧૬૯૬ની આસપાસ તેઓ આગ્રામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. જોકે તેમને અગાઉથી ખ્યાલ આવી ગયો હતો.
'દ્વિતીય સુધારક શ્રી ધર્મસિંહજી સ્વામી
-
--
--
---
-
હાલાર પ્રાન્તની રાજધાની જામનગર શહેરમાં આ મહાપુરુષનો જન્મ થયો હતો. પિતાનું નામ જિનદાસ અને માતાનું નામ શિવબાઈ હતું. માતા-પિતાના ધાર્મિક સંસ્કારોનું બીજારોપણ શ્રી ધર્મસિંહજીમાં થયેલું હોવાથી બાળવયથી જે તેમનામાં ધાર્મિક સંસ્કારોનો પ્રાદુર્ભાવ થયો હતો તેથી તેઓ જયાં જયાં ધર્મની વાતો થતી હોય ત્યાં ત્યાં રસપૂર્વક સાંભળતાં અને તેના ઉપર ખૂબ જ મનન કરતાં. નાનપણથી જ સ્મરણશક્તિ અભુત હોવાથી અલ્પ સમયમાં વ્યાવહારિક કેળવણી મેળવી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org