SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ શ્રી જીવરાજજી ઋષિ ઈચ્છતા હતા. માતા-પિતા, પત્ની આદિ કુટુંબીજનો પાસે દીક્ષાની અનુમતિ માગી. તેમનો નિશ્ચિત નિર્ણય જોઈ કુટુંબીજનોને અનુમતિ આપવી પડી. તે સમયમાં પીપાડ શહેરમાં લોકાગચ્છના યતિશ્રી જેતરાજજી બિરાજતા હતા. તેઓ પ્રસિદ્ધ યતિરાજ હતા. જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. જીવરાજજી તેમના દર્શનાર્થે ગયા. આગન્તુક વૈરાગીના પુણ્ય ચીહ્નો જોઈને તેઓ પ્રસન્ન થયા. ધર્મ સંભળાવ્યો. તેમના પ્રવચનથી પ્રભાવિત થઈ વિ. સં. ૧૬૫૪ (લગભગ) શ્રી તેજરાજજી યતિ પાસે દીક્ષિત થયા. ન દીક્ષા બાદ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યા. સત્યનું દર્શન થયું. અનેક વખત ગુરુદેવને શાસ્ત્રીય પ્રશ્નો કર્યા; પણ સંતોષજનક ઉત્તર ન મળ્યો તેથી તેમણે નિશ્ચય કર્યો કે યતિમાર્ગ સાધનાપથથી સર્વથા વિપરીત છે. તેને છોડવામાં જ ભલાઈ છે. મુત્તસ્ય મળેળ વરિષ્ન મિલ્લૂ સૂત્રાનુસાર સાધુએ આચરણ કરવું જોઈએ. આ વાત તેમણે પોતાના ગુરુદેવને કરી, પરંતુ ગુરુમહારાજે કહ્યું કે આજના ભયંકર જમાનામાં સાધુચર્યાયુક્ત કઠોર જીવનનું પાલન શક્ય નથી. શાસ્ત્રોનો માર્ગ આદર્શ માર્ગ છે; પરંતુ તે વ્યવહાર્ય નથી. આમ ગુરુ-શિષ્ય વચ્ચે ઘણો સમય વિચારણા ચાલી, પરંતુ ગુરુદેવ ગચ્છની મમતા ત્યાગી ન શક્યા. વિ.સં. ૧૬૬૬માં જીવરાજજી સ્વામી જુદા થયા. તેમની સાથે અમીપાલજી, મહીપાલજી, હીરોજી, ગિરધરજી અને હરજી આ પાંચ મુમુક્ષુઓએ પણ યતિમાર્ગનો પરિત્યાગ કર્યો. પીપાડ નગરની બહાર છ એ કલ્યાણપથના પથિકોએ એક વૃક્ષ નીચે બેસી ભવિષ્યના કર્તવ્યનો નિર્ણય કર્યો. અરિહંત, સિદ્ધને ભાવવંદના કરી, ભૂતકાળના યતિ જીવનના દોષોની શુદ્ધ હૃદયપૂર્વક આલોચના કરી તથા પૂર્વાભિમુખ થઈ પાંચ મહાવ્રતનો પુનઃ સ્વીકાર કર્યો. (મતાંતરે શ્રી જીવરાજજી સ્વામીનો જન્મ સુરતમાં સંવત ૧૫૮૧ના શ્રાવણ સુદી-૧૪ને મધ્યરાત્રિએ શ્રી વીરજીભાઈની ધર્મપરાયણ ભાર્યા કેશરબહેનની કુક્ષિએ થયો હતો. તેમણે ૧૯૦૧માં (વિ.સં.) શ્રી જગાજી યતિ પાસે દીક્ષા લીધી હતી તેઓ જગાજી યતિના શિષ્ય હતા તે પહેલાં જ કહ્યું છે તે આ મત પ્રમાણે સમજવું. સંવત ૧૬૦૮માં તેમણે ક્રિયોદ્ધાર કર્યો.) શ્રી જીવરાજજી સ્વામીની આચાર-વિચાર ક્રાન્તિએ ફરીથી એક વખત તિ સમાજમાં ખળભળાટ મચાવ્યો. પ્રતિષ્ઠા, સુખ અને ઐશ્વર્યના નામ પર ક્યારેક માણસ સત્યનો બલિ ચઢાવી દે છે. આ વાત યતિઓ માટે પૂર્ણતઃ લાગુ પડે છે. હજારોની સંખ્યામાં લોકોએ તેમને ધર્મગુરુ તરીકે સ્વીકાર્યા. માલવા, મારવાડ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy