SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ર શ્રી લોકાશાહ સં. ૧પ૬૮માં પાટણમાં ૨૦૦ ઘર શ્રાવકના બનાવીને લોકાગચ્છમાં ભળ્યા. ૧૯ વર્ષ દીક્ષા પાળી, સં. ૧૫૮૫માં બાવન દિવસનો સંથારો કરી સ્વર્ગે ગયા. પાટ-પ૭પૂ. શ્રી જીવાજી ઋષિઃ સુરતના રહીશ. પિતાનું નામ તેજપાલ શાહ, માતાનું નામ કપૂરાબાઈ. જન્મ સંવત ૧૫૫૧ મહાવદી-૧૨. સંવત ૧૫૭૮માં ઘણું દ્રવ્ય છોડી દીક્ષા લીધી. સં. ૧૫૮૫ની સાલમાં અમદાવાદ ઝવેરીવાડમાં લોકાગચ્છના નવલખી ઉપાશ્રયમાં પૂજય પદવી મળી. સુરતમાં ૯૦૦ ઘરને પ્રતિબોધી શ્રાવક કર્યા હતા. ૩૫ વર્ષ સંયમ પાળી સંવત ૧૬ ૧૩માં સંથારો કરી સ્વર્ગવાસી થયા હતા. એમના વખતમાં શિરોહીની રાજ્ય કચેરીમાં શિવમાર્ગી ને જિનમાર્ગીઓ વચ્ચે વાદ થયો હતો એમાં જૈન યતિઓ હાર પામવાથી તેમને દેશ છોડી જવાનો હુકમ થયો. એટલામાં અમદાવાદ મુકામે બિરાજતા પૂજ્ય શ્રી જીવાજી ઋષિને ખબર પડવાથી પોતાના શિષ્ય વરસિંગજી તથા કુંવરજી વગેરેને ત્યાં મોકલ્યા. તેમણે ચર્ચા કરીને જૈન ધર્મની વિજય ધ્વજા ફરકાવી હુકમ પાછો ખેંચાવી લીધો. તે સમયમાં ૧૧૦૦ ઠાણા લોકાગચ્છના હતા પરંતુ સંપ તૂટવાથી અને બીજાં કારણોથી એકમાંથી ત્રણ વિભાગ થયા. પાટ-૫૮ પૂ. શ્રી મોટા વરસિંગજી સ્વામી : તેમને ૧૬૧૩ ને જેઠ વદી-૧૦ના દિવસે વડોદરાના ભાવસારોએ શ્રી પૂજ્યની પદવી આપી ત્યારથી તેમના પક્ષને “ગુજરાતી લોંકાગચ્છ મોટી પક્ષ" એવું નામ આપ્યું અને વડોદરામાં ગાદી સ્થાપી. પાટ-૫૯ પૂ. શ્રી નાના વરસિંગજી સ્વામી સંવત ૧૬૨૭માં ગાદીએ બેઠા, સં. ૧૬૫રમાં દિલ્હીમાં ૧૦ દિવસનો સંથારો કરી સ્વર્ગવાસી થયા હતા. પાટ - ૬૦ પૂજ્ય શ્રી યશવંતઋષિજી. પાટ - ૬૧ પૂજ્ય શ્રી રૂપસિંહજી ઋષિ. પાટ - ૬૨ પૂજ્ય શ્રી દામોદરજી ઋષિ. પાટ - ૬૩ પૂજ્ય શ્રી કર્મસિંહજી ઋષિ. પાટ - ૬૪ પૂજ્ય શ્રી કેશવજી ઋષિ. પાટ - ૬૫ ધર્મોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામી જન્મ-૧૭૮૧ દીક્ષા ૧૭૬૧ આસો સુદ – ૧૧, આચાર્યપદ ૧૭૨૧ મહાસુદ-૫ ઉજજૈન સ્વર્ગવાસ : ધારાનગરી ૧૭૫૯ અષાઢ સુદ-૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy