________________
૮૧.
આ છે અણગાર અમારા
ढुंढत ढुंढत ढुंढ लियो सब वेद पुराण किताबमें जोई। जैसे दहीमें माखन ढूंढत, ऐसो दयामें लियो है जोई ॥ ढुंढत है तब वस्तु पावत, बिन ढूंढे नहीं पावत कोई॥
ऐसो दयामें धर्म है ढूंढय, जीवदया बिन धर्म न होई ॥ ૧૦૦ વર્ષ પછી લોકાગચ્છ ત્રણ વિભાગમાં વહેંચાઈ ગયો. (૧) ગુજરાતી લોંકાગચ્છ (૨) નાગૌરી લોંકાગચ્છ (૩) ઉત્તરાર્ધ લોંકાગચ્છ. પાટ-૫૦ પૂ. શ્રી ભાણજી ઋષિ : જન્મભૂમિ રાજસ્થાન શિરોહી જિલ્લાના અરહટવાડાના રહીશ. જ્ઞાતે પોરવાડ વિ. સંવત ૧૫૩૧માં છત્રી ઋદ્ધિનો ત્યાગ કરી ૪૫ પુરુષો સાથે અમદાવાદમાં દીક્ષા લીધી. પાટ-૫૧ પૂ. શ્રી ભિદાજી ઋષિઃ શિરોહીના રહીશ ઓસવાળ; સાથરિયા ગોત્રી. પોતાના કુટુંબના ચાર પુરુષો સાથે પુષ્કળ દ્રવ્ય છોડી વિક્રમ સં. ૧૫૪૦માં ભાણજી ઋષિ પાસે દીક્ષા લીધી. પાટ-પર પૂ. શ્રી લુણાજી ઋષિ (મુનાજી ઋષિ) : જાતે ઓસવાળ, પુષ્કળ દ્રવ્ય છોડી સંવત ૧૪૫૬માં શ્રી ભિદાજી ઋષિ પાસે દીક્ષા લીધી. પાટ-૫૩ પૂ. શ્રી જગમાલજી ઋષિ : લાખોની સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લીધી. (પાલીતાણાના રહીશ) પાટ-૫૪ પૂ. શ્રી જગમાલજી ઋષિ : નાનપુરા ગામના રહીશ. વીસા ઓસવાળ સુરાણા ગોત્રી, લાખો રૂપિયાનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કરી. (સંવત ૧૫૫૦) પાટ-પપ પૂ. શ્રી સરવાજી ઋષિ (સરવોજી ઋષિ): વીસા ઓસવાળ. બાદશાહના વજીર હતા. શ્રી જગમાલજી ઋષિનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે તૈયાર થયા ત્યારે અકબર બાદશાહે કહ્યું કે – सखा ! ये संसार एक अजब चीज है, दुनिया के बीच रहेना अजब चीज है।
આ વાક્ય સાંભળી સરવાજીએ કહ્યું કે – बादशाह ! ये हि दुनियामें मरण अजब चीज है। कितनी भी मौज उडाओ लेकिन एक दिन मरना होगा । आना न पडे इस कारन से मैं संसार त्यागता हूं।
બાદશાહ મૌન રહ્યા. ઉપર્યુક્ત ઉત્તર આપી સરવાજીએ ઘણું દ્રવ્ય છોડીને સંવત ૧૫૫૪માં દીક્ષા લીધી. પાટ-પ૬ પૂ. શ્રી રૂપઋષિજી : અણહીલપુર પાટણના રહીશ. વેદગોત્રી. જન્મ સંવત ૧૫૫૪. ઘણું દ્રવ્ય છોડી નાની ઉંમરમાં સં. ૧પ૬૬માં સ્વયં દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org