________________
૭૦
પટ્ટાવલિ સત્યાગ્રહ કરતાં મતાગ્રહ તરફ વિશેષ લક્ષ્ય હતું તેથી માનસિક હિંસા થતી, વેર બંધાતા, ટૂંકમાં ધર્મના નામે આ બધું હતું. તેમાં પણ હિન્દને માટે પંદરમો સૈકો મહાભયંકર હતો. પઠાણોનો ત્રાસ પ્રજાને ત્રાહિ ત્રાહિ પોકારાવી રહ્યો હતો. ધાર્મિક ઝનૂને નિર્દયતાનું પૈશાચિક સ્વરૂપ પકડ્યું હતું. દેવ-દેવીની પૂજાને નામે મહાહિંસાઓ થતી. ધર્મના ઠેકેદારો પોપશાહીની પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા ત્યારે ભારતની પ્રજાને એક સાચા ધર્મપ્રાણની અને સાચા ક્રાન્તિકારની ખૂબ જરૂર હતી.
શકેન્દ્ર દેવરાજે જ્યારે ભગવાન મહાવીરને પૂછયું હતું કે, “ભગવાન્ ! આપના જન્મ નક્ષત્ર પર મહાભસ્મ ગ્રહ બેઠો છે, તેનું ફળ શું?”
પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે, “હે ઈન્દ્ર ! આ ભસ્મ ગ્રહને લીધે બે હજાર વર્ષ સુધી સાચા સાધુ-સાધ્વીજીઓની પૂજા મંદ થશે. બરાબર બે હજાર વર્ષ પછી આ ગ્રહ ઊતરશે ત્યારે ફરીથી જાગૃતિ આવશે અને સાચા સંતો અને સતીઓનો આદર સત્કાર થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org