SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ६८ પાટ-૩૭ સુહસ્તી સ્વામી. પાટ-૩૮ વરદત્ત સ્વામી. પાટ-૩૯ સુબુદ્ધિ સ્વામી. પાટ-૪૦ શિવદત્ત સ્વામી. પાટ-૪૧ વીરદત્ત સ્વામી. પાટ-૪ર જયદત્ત સ્વામી. પાટ-૪૩ જયદેવ સ્વામી. પાટ-૪૪ જયઘોષ સ્વામી. પાટ-૪૫ વીરચક્રાધર સ્વામી (વિવેક સ્વામી). પાટ-૪૬ સ્વાતિસેન સ્વામી. પાટ-૪૭ શ્રીવ્રતાચાર્ય. પાટ-૪૮ સુમતિરત્નાચાર્ય (સુમતિ સ્વામી). પાટ-૪૯ લોકાચાર્ય (લક્ષ્મી વિજયજી-લોકચન્દ્રજી સ્વામી). ચડતીપડતીના ચમકારો ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યાને બરાબર બે હજાર વર્ષ વીતી ગયાં. ભગવાન મહાવીરના નિર્વાણ પછી વચ્ચેના ગાળામાં કાન્તિના અનેક મોજાંઓ આવી ગયાં અને વિલય પણ પામી ગયાં. સૌપ્રથમ ભદ્રબાહુસ્વામીએ (પંચમ કેવલી) જંબુસ્વામીના નિર્વાણ પછી પડેલ મહાદુષ્કાળ પછી જૈન શ્રમણવર્ગનું લુપ્ત થયેલ જ્ઞાનનું પુનરુદ્ધાર કરવા માટે પટણામાં (પાટલીપુત્ર) સંઘમિલન કર્યું. ત્યાર બાદ વીર નિર્વાણ પછી પાંચમાં અને છઠ્ઠા સૈકાની વચ્ચે મથુરામાં શાસ્ત્રોદ્ધાર થયો. શ્રી સ્કંદિલાચાર્ય અને શ્રી વજસ્વામીની નિકટના સમયમાં ફરી દુષ્કાળ પડવાથી શ્રમણ સંઘની જ્ઞાનની થયેલી દુર્દશાને સુધારવા માટેનો આ સુયોગ આગમોદ્ધાર ક્રાન્તિનો બીજો અવસર. વીર સંવત ૯૮૦માં શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે શ્રમણવરોનું સંમેલન વલ્લભીપરમાં (ભાવનગર પાસે) મળ્યું તે ક્રાન્તિનું ત્રીજું મોજું. આમ ક્રાન્તિની અનેક ચિનગારીઓ આવી અને બૂઝાઈ ગઈ કારણ કે એ મથુગની ક્રાન્તિઓમાં પાંડિત્યના પરિસ્પંદન હતા. વિતંડાવાદની ઝપાઝપી હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy