SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૬૩ તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારના વનસ્પતિકાય આદિ જીવોની હિંસા કરે છે. પૃથ્વીકાયના જીવો દેખતા નથી, સૂંઘતા નથી, સાંભળતા નથી તો તેમને વેદનાનો અનુભવ કેવી રીતે થાય છે ? તેના ઉત્તરમાં તીર્થકરદેવ ફરમાવે છે કે જેવી રીતે કોઈ એક જન્મથી જ આંધળો, બહેરો, મૂંગો પુરુષ હોય તેને કોઈ ભાલાથી ભેદે, તલવારાદિથી છે, કોઈ પગને, ઘૂંટીને, પિંડીને, ઘૂંટણને, જંઘાને, કમરને, નાભિને, પેટને, પાંસળીને, પીઠને, છાતીને, દયને, સ્તનને, ખભાને, બાહુને, હાથને, આંગળીને, નખને, ગળાને, દાઢીને, હોઠને, દાંતને, જીભને, તાળવાને, ગાલને, લમણાને, કાનને, નાકને, આંખને, ભ્રમરને, લલાટને, હોઠને અને મસ્તક ઈત્યાદિ અવયવોને છેદે, ભેદે તેને મૂચ્છિત કરે, મારી નાખે ત્યારે તેને વેદના થાય છે. પરંતુ તે વેદનાને પ્રગટ કરી શકતો નથી તેવી જ રીતે પૃથ્વીકાયના જીવો પણ અવ્યક્ત રૂપથી વેદનાનો અનુભવ કરે છે, પરંતુ તેને પ્રગટ કરી શકતા નથી. ઉપરોક્ત સર્વ વર્ણન અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાયના વિષયમાં આ જ રીતે કરવામાં આવેલ છે. ત્રીજાથી સત્તામાં ઉદ્દેશામાં છ કાયના જીવોની હિંસા બાબત સરખું વર્ણન કરવામાં આવેલ છે. જે અહિંસક વૃત્તિવાળા છે તે સૂક્ષ્મ અથવા પૂલ શસ્ત્રોનો પ્રયોગ કરતા નથી. તેથી તે હિંસાના ભેદોને સમજી, વિવેકયુક્ત થઈ તેનો ત્યાગ કરે છે. બુદ્ધિમાન પુરુષ એ સર્વ જાણી પૃથ્વીકાય આદિ છ કાયના જીવોની હિંસા સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, હિંસા કરનારની અનુમોદના ન કરે. જે હિંસાના પરિણામોને જાણે અને છોડે છે તે કર્મને જાણનાર (શુદ્ધ સંયમી) મુનિ છે, એમ હું કહું છું. ત્રણે કાળના તીર્થકરો દ્વારા હિંસાનો નિષેધ 'આચારાંગ સૂત્ર, શ્રત. ૧, અ. ૪, ઉં. ૧ सेबेमि - जे य अईया, जे य पडुप्पण्णा, जे य आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्खंति एवं भासंति एवं पण्णविंति, एवं पविंति - सव्वे पाणा, सव्वे भूया, सब्वे जीवा, सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परिघेतव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा ॥ २२१ ॥ एस धम्मे सुद्धे, णिइए - सासए - समिच्च लोयं खेयण्णेहिं पवेइए तंजहा - उठ्ठिएसु वा, अणुठ्ठिएसु वा, उवठ्ठिएसु वा, अणुवठ्ठिएसु वा, उवरयदंडेसु वा, अणुवरयदंडेसु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy