SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પટ્ટાવલિ શિથિલાચારી સાધુઓએ ઉપદેશ્ય અને વિષયના અને સંસ્કૃતપ્રાકૃત ગ્રન્થો રચાયા. આમ નિર્વદ્ય ધર્મના સ્થાને સાવદ્ય ધર્મની સ્થાપના થઈ. આ સંબંધી “નોટ્સ ઓન ધી સ્થાનકવાસી જૈન” નામના એક પુસ્તકની નકલ પર અભિપ્રાય આપતાં સમર્થ જૈન સુત્રજ્ઞ જર્મન પ્રો. હર્મન જેકોબી કહે છે Worship in temples is not an original element of Jain religion but has been introduced inorder to meet the devotional requirement of the daity. I think even now, worship was not and is not theoretically considered as a means of allaining Nirvrati. સમય જતાં પહાડ, પર્વતો અને શહેરો વગેરેમાં પ્રતિમાનું સ્થાપન કરી, તેની પ્રાચીનતા બતાવનારા ગ્રન્થોની રચના કરી તે ભૂમિને તીર્થધામ તરીકે જાહેર કરી અને તે તરફ સમાજનું ધ્યાન ખેંચ્યું તેમાં તેમને સફળતા પણ મળી. ટૂંકમાં મૂર્તિપૂજા ભગવાન મહાવીર પછી જ શરૂ થઈ છે. 'ધર્મ કે મોક્ષના માટે કરવામાં આવતી હિંસા અહિતકારી છે. तत्थ खलु भगवया परिण्णा पवेइया । इमस्स चेव जीवियस्स, परिवंदणमाणण - पूयणाए, जाइमरणमोयणाए, दुक्खपडिद्यायहेडं, से सयमेव पुढविसत्थं समारंभइ, अण्णेहिं वा पुढविसत्थं समारंभावेइ । अण्णे वा पुढविसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए, तं से अबोहिए। આચારાંગ સૂત્ર અ. ૧, ઉ. ૨ પૃથ્વીકાયના આરંભના વિષયમાં ભગવાને પરિજ્ઞા (શુદ્ધ સમજ) બતાવી છે. કે જે પ્રાણીઓ જીવનના નિર્વાહ માટે, કીર્તિમાટે, માન પૂજા માટે, જન્મમરણથી મુક્ત થવા માટે અને દુ:ખોના નિવારણ માટે સ્વયં પૃથ્વીકાયના શસ્ત્રોના આરંભ કરે છે, બીજા પાસે કરાવે છે અથવા આરંભ કરનારની અનુમોદના કરે છે, પરંતુ આ હિંસા તેના માટે અહિતકારી છે તથા બોધિ બીજનો નાશ કરનારી છે. સર્વજ્ઞદેવ શ્રમણજનો પાસેથી સાંભળી સબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા એ કર્મબંધનનું કારણ છે, મોહનું કારણ છે, મરણનું કારણ છે અને નરકનું કારણ છે. છતાંપણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા પૃથ્વીકર્મ-સમારંભથી પૃથ્વીકાયના જીવોની હિંસા કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy