________________
આ છે અણગાર અમારા
૪૨૯
૧૧ના દિવસે વિંછીયા મુકામે કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી હતી. ઘણા વર્ષો સુધી ગુરૂણીશ્રીની સાથે રહી તેમની સેવાનો લાભ લીધો હતો. ગુરૂણીના સ્વર્ગવાસ પછી છેલ્લા થોડાં વર્ષ લીંબડીમાં સ્થિરવાસ રહ્યા હતા. સં. ૨૦૪૫ની સાલે સંથારો કર્યો હતો. અગાઉથી ખ્યાલ આવી ગયો હતો કે ૫૧ દિવસ સુધી સંથારો ચાલશે. વિ.સં. ૨૦૪૫ તા. ૨૦-૯-૧૯૮૯ના દિવસે સમાધિ ભાવે લીંબડીમાં સ્વર્ગવાસ પામ્યા હતા.
*
*
કચ્છના સિંહણ બા.બ્ર. મોટા સૂરજબાઈ મહાસતીજી
કચ્છની ધરતી એ રત્નોની ખાણ છે. તેમાં અનેક સંત રત્નો, સતીરત્નો પાકયા છે. એવા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું નાનું છતાં સુંદર અને ભક્તિભાવથી ભરપૂર સમાઘોઘા નામનું ગામ જેમાં ધર્મવી૨ શૂરવીર સંતો પાકયા છે. આ સમાઘોઘા ગામ તથા ભોરારા ગામ બંને છ કોટી અજરામર સંપ્રદાયના એક રાગી ક્ષેત્રો છે. સમાઘોઘામાં અનેક વયોવૃદ્ધ મહાસતીજીઓના સ્થિરવાસ થયા છે. સાધુસાધ્વીજીને શાતા પમાડવી એ આ ગામનો મુખ્ય ગુણ છે. આવા સુંદર સમાઘોઘા ગામમાં પિતાશ્રી દેવજી લખમશી ગંગર તથા માતા જેઠીબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૭૩ ની સાલે એક સિંહણ જેવી સુપુત્રીનો જન્મ થયો. આ સુપુત્રીની બાહ્ય - આપ્યંતર સુંદરતાને ધ્યાનમાં રાખીને તેનું નામ સુંદરબાઈ રાખવામાં આવ્યું.
માતાનો વિયોગ અને પરિવારની વેદના
સુંદરબહેનને તેમના કરતાં પાંચ વર્ષ મોટી વેજબાઈ નામની બહેન હતી. સુંદરબહેન દોઢ વર્ષના થયા ત્યારે તેમના માતુશ્રી જેઠીબાઈ પોતાની બંને સુપુત્રીઓને તેમના પિતાના ભરોસે છોડીને આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. નાના બાળકોને જીવવાનો સહારો માત્ર ‘મા’ જ હોય છે. માતાનો વિયોગ તેમના માટે અસહ્ય થઈ પડે છે. દેવજીભાઈના માતુશ્રી ‘લાધીમા’ હૈયાત હતા તેથી તેમણે બંને પૌત્રીઓને સાચવવાની જવાબદારી લીધી. પિતાશ્રીની લાગણી પણ અનૂપમ હતી.
મોટી બહેન વેજબાઈ ઉંમરલાયક થતાં સમાઘોઘામાં જ લગ્ન કર્યા પરંતુ વેજબાઈ લગ્ન પછી ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા. દેવજીભાઈના આઘાતનો કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org