SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ પૂ. સમજુબાઈ મહાસતીજી પૂ. મહાસતીજીના પિયરપક્ષમાં ધર્મના સંસ્કારો ખૂબ જ છે. તેમના ભત્રીજા મણિલાલ ધનજીભાઈ નીસર થાણા સંઘના ટ્રસ્ટી છે. સારા લેખક છે તથા કવિ પણ છે. પૂ. મહાસતીજીનું વિસ્તારથી જીવન ચરિત્ર વાંચવું હોય તો મણિલાલ નીસર લિખિત “પ્રેમ-ભક્તિ” પુસ્તક વાંચવું. થાણા ઉપાશ્રયની બાજુના ચોકને “જૈનાચાર્ય અજરામરજી ચોક” એવું નામ અપાવવામાં મણિલાલ ભાઈનો મહત્ત્વનો ફાળો છે. તેઓશ્રીના એક જ સુપાત્ર વિનયવાન સુશિષ્યા દીવાળીબાઈ મહાસતીજી હતા. તેઓ ગુરૂણીશ્રીની હાજરીમાં જ સંવત ૨૦૩૨ ની સાલે મનફરા મુકામે કાળધર્મ પામ્યા હતા. એક નાનકડા ગામડામાં જન્મેલા પૂ. પ્રેમકુંવરબાઈ મહાસતીજીમાં વિશાળ વટવૃક્ષ જેવા ગુણો જેવા કે સાદાઈ, સ્વચ્છતા, સુઘડતા, સરળતા, વીરતા, ધીરતા, ગંભીરતા, નીડરતા, નિઃસ્પૃહતા, નિઃસંગતા આદિ અનેક ગુણો હતા. એકવાર તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ તેમને ભૂલી શકતી નહિ. વિ. સંવત ૨૦૩૮ ની સાલે ખારોઈમાં પ્રથમવાર તેમને હાર્ટ એટેક આવેલો પરંતુ તેઓ તેમાંથી હેમખેમ પાર ઉતરી ગયા પરંતુ બીજીવાર સંવત ૨૦૩૯ તા. ૨૨૨-૧૯૮૨ સોમવારના મહાવદ-0)) ની સાંજે છ વાગે મનફરા મુકામે સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. તેમણે ૭૩ વર્ષની ઉંમર તથા ૫૩ વર્ષનો દીક્ષા પર્યાય પાળી નીસર કુટુંબ તથા વિસરિયા કુટુંબના નામને રોશન કરી પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા. [ આજીવન અનશન વ્રતધારી પૂ. સમજુબાઈ મહાસતીજી પૂ. સમજુબાઈ મહાસતીજીનો જન્મ વિછીયા (સૌરાષ્ટ્ર)માં વિ.સં. ૧૯પ૯, ફાગણ વદિ-૨ના દિવસે પિતાશ્રી મલકચંદ વર્ધમાન અજમેરા તથા માતુશ્રી જેઠીબાઈની કુક્ષિએ થયો હતો. તેઓશ્રી દશા શ્રીમાળી જ્ઞાતિના હતા. યોગ્ય ઉંમરે તેમના લગ્ન પણ થયેલા, પરંતુ નાની ઉંમરમાં વૈધવ્ય આવતાં તેઓ સંસારથી વિરક્ત થયા. - પૂ. શ્રી રળીયાતબાઈ મહાસતીજીના સંઘાડાના પૂ. શ્રી પાર્વતીબાઈ મ.ના સત્સંગથી તેમને સંયમ લેવાના ભાવ જાગ્યા. વિ. સં. ૧૯૮૬, વૈશાખ સુદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy