________________
આ છે અણગાર અમારા
૪૧૧
પૂ. મહાસતીજીના પટ્ટધર શિષ્યા પૂ.બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી થયા. તેમની દીક્ષા ભૂજ મુકામે વિ.સં. ૧૯૯૭ની સાલે પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી
સ્વામીના શ્રીમુખેથી થયેલ. વિસ્તારથી જાણવું હોય તેમણે આ જ પુસ્તકમાં પૂ. રૂક્ષ્મણીબાઈ મ.નું જીવન ચરિત્ર વાંચવું.
નીડરતાઃ એકદા પૂ. વેલ-માણિક્ય મહાસતીજી આદિ ઠાણાઓ સ્વાધ્યાય, જાપ આદિ કરીને સૂઈ ગયા હતા ત્યારે મોડી રાતે એક જૈનેતર ભાઈ દિવાલ ટપીને ઉપાશ્રયમાં આવ્યો. મોટા મહાસતીજીને ઉંઘ બહુ ઓછી. તેમણે પગરવ સાંભળી તરત જ પડકાર્યો, “એ કોણ છે ?” ગુનો હંમેશા રાંક હોય છે. આગન્તુક અસામાજિક તત્ત્વ પલાયન થઈ ગયો.
પુસ્તુ હિતોપવેછા ! જે હિતનો ઉપદેશ આપે તેને ગુરૂ કહેવાય.
પૂ. શ્રી વેલબાઈ મહાસતીજીને ચાનું ભારે વ્યસન હતું. વિહારમાં પણ બેચેની વરતાય. આ વાતથી પૂ. તપોધની બહુશ્રુત ગુરૂદેવ શ્રી શામજી સ્વામીને ભારે રંજ થયો. તેમણે પાકો નિર્ણય કર્યો કે ગમે તેમ કરીને ચાની ટેવ છોડાવવી. પૂ. માણેકબાઈ મ.ને પણ મોટા મહાસતીજીનું ચાનું વ્યસન ખૂબ ખૂંચતું હતું. પૂ. ગુરૂદેવે ચા છોડવાની આજ્ઞા કરી. મોટા મહાસતીજીને ચા છોડવી અત્યંત અઘરી હતી, પરંતુ “આજ્ઞા વિવારીયા ” અર્થાત્ ગુરૂની આજ્ઞા વિચાર્યા વગર સ્વીકારવી જોઈએ. પૂ. મહાસતીજીને ગુરૂદેવ તરફ ખૂબ જ સમર્પણ ભાવ હોવાથી ગુરૂની આજ્ઞા શિરોમાન્ય કરી. અઠવાડિયા સુધી ખૂબ જ તકલીફ રહી પરંતુ આખરે તેમણે ચાના વ્યસન ઉપર વિજય મેળવ્યો. જિંદગીભર વ્યસનમુક્ત બની રહ્યા. પૂ. ગુરૂદેવનો આ મહાન ઉપકાર પરોક્ષ રીતે સારાય સંધાડા ઉપર ફરી વળ્યો.
સમસ્ત સંઘાડો ચાના વ્યસનથી મુક્ત બન્યો ને નિયમ બની રહ્યો કે કોઈ પણ મુમુક્ષુ સંયમી બનવા ઈચ્છે, તે બીજા ત્યાગની સાથે પ્રથમ ચાનો પણ ત્યાગ કરી દે. પૂ. ગુરૂદેવનો કેટલો ઉપકાર !
“સમકિતદાયક ગુરૂતણો, પ્રત્યુપકાર ન થાય;
ભવ ક્રોડા ક્રોડે કરી, કરતાં કોટિ ઉપાય.” આશ્ચર્યકારી ઘટના: કચ્છના મોટી રવ ગામે પૂ. મહાસતીજીનું ચાતુર્માસ હતું. પૂ. માણિક્યબાઈ મહાસતીજીના મધુર આલાપ સાથે મીઠા રણકાર ભર્યા વ્યાખ્યાનમાં અઠ્ઠાઈ ધરના પ્રથમ દિનથી જ રોજ સવારે એક સર્પ આવી પહોંચતો! વ્યાખ્યાન સુધી ઝુલ્યા જ કરે, પછી અદશ્ય થઈ જાય. પર્યુષણ પર્વની પૂર્ણાહુતિએ બાજુના ખંડેરમાં તે સર્પનો મૃતદેહ દેખાયો. પવિત્ર જીવની કેવી ચમત્કારપૂર્ણ મુક્તિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org