________________
આ છે અણગાર અમારા
૪૦૯ વિદ્વાન મ.શ્રી મંગળજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મહાસતીજી શ્રી ડાહીબાઈ આર્યાજી તથા ગુરૂણીશ્રી જીવીબાઈ આર્યાજી આદિ સતીવૃન્દની નિશ્રામાં વચનસિદ્ધ આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી. પૂ. આચાર્ય ભગવંતે નામ જાહેર કરતા શુભ આશીર્વાદ આપ્યા, “શ્રી વેલબાઈનો વેલો વધતો રહેશે.”
શધ્યા-વસતિ-ધર્મદાનો ગુંદાલાના સ્થાનકની સામે જે જૈનશાળાનું મકાન બંધાયેલ, જે ચાર વર્ષ પહેલા તા. ૨૬-૧-૨૦૦૧ના ધરતીકંપમાં ધ્વસ્ત થઈ ગયેલ, તે પ્લોટ વેલબાઈ મ.ના સંસારપક્ષીય જેઠશ્રી ઘેલાભાઈ મુળજી રાંભીયા તરફથી છ કોટિ જૈન સંઘને ભેટ અપાયેલ, જ્યાં ઉત્તમ પ્રકારની ધર્મારાધના થાય. શ્રી સંઘે ફરીથી બાંધીને ત્યાં ધર્મારાધના શરૂ કરાવેલ છે. એમના પરિવારજનોની આવી પવિત્ર ભાવના હતી.
પૂ. શ્રી વેલબાઈ મહાસતીજી ગુરુકુળમાં રહી જ્ઞાનાદિ પાંચ આચાર આદિમાં નિપુણ બનતા ગયા. આંખના ઈશારે ગુરૂણીના દિલને સમજી જનાર સરળદયી મહાસતીજી તપશ્ચર્યામાં તેર ઉપવાસ સુધી આગળ વધ્યા. ત્રણ-ચાર ઉપવાસ તો ઘણીવાર કરતા. તેમનામાં વૈયાવચ્ચનો ગુણ મુખ્ય હતો. પોતે સગુણી અને સમયસૂચક હોવાથી સર્વની સાથે મૈત્રીભાવથી આનંદપૂર્વક રહેતા હતા.
પૂ. ભાણબાઈ મહાસતીજીના સંઘાડાની પ્રેરણાદાયી પરંપરા
પૂ. ભાણબાઈ મહાસતીજીના સંઘાડાની બે પાંખ (૧) ડાહીબાઈ મહાસતીજી (૨) કુંવરબાઈ મહાસતીજી. અત્યારે આ બંને સંઘાડા (૧) વેલબાઈ મ.નો સંઘાડો તથા (૨) ઝવેરબાઈ મ.નો સંઘાડો; એમ બે ઓળખાય છે. આ સંઘાડામાં એવી પરંપરા હતી કે સૌથી મોટા મહાસતીજી ગુરૂણીના સ્થાને હોય જેઓ સારણા-વારણા કરે તથા નવદીક્ષિતા સાધ્વીજીને સૌથી નાના સાધ્વીજીને શિષ્યા તરીકે સોપવામાં આવે. એટલે એકથી વધારે શિષ્યા કોઈને હોય નહિ, અને શિષ્યા વિનાના કોઈ રહે નહિ. આ પ્રથા અનુસાર શ્રી વેલબાઈ મહાસતીજીના ગુરૂણી હતા મહાવૈરાગી સંતોકબાઈ મહાસતીજી તથા શિષ્યરત્ન હતા વિદુષી અદ્વિતીય વ્યાખ્યાની શ્રી માણેકબાઈ મહાસતીજી હતા. મોટા ગુરૂણી શ્રી જીવીબાઈ મહાસતીજી સાથે શ્રી વેલબાઈ મ. આઠ વર્ષ સુધી સાથે રહ્યા હતા.
' આણાએ ધો, આણાએ તેવો વિ.સં. ૧૯૭૪ સુધી ડાહીબાઈ મહાસતીજીના નામનો સંઘાડો ચાલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org