________________
૪૦૪
પૂ. રતનબાઈ મહાસતીજી
સાધર્મિક ભક્તિનો સમાઘોઘા સંધે મહામૂલો લાભ લીધો હતો. સમાઘોઘાના મુંબઈવાસી ભાવિકો દેશમાં ઘર ખોલીને રહેતા તથા લાભ મેળવતા.
એક વચન એ સદ્ગુરૂ કેરું... પૂ. મહાસતીજીના વચનામૃતો...
વિ.સં. ૨૦૪૨ની સાલે જ્યારે પૂ. રતનબાઈ મ.ની શતાબ્દી ઉજવવાનું નક્કી થયું ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવવા લાગ્યા. તેમને મધુર વચનામૃતો પૂ. મહાસતીજી પોતે જ સંભળાવતા તેના કેટલાક પ્રેરણાદાયી અંશો... “બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય; થોડી દેરકે કારણે, રંગમેં ભંગ ન લાય.''
“જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ચેત’’ જીવ્યા એટલું જીવવાનું નથી. ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટે છે.
“જંજાળ છોડીને જિનવરને ભજો, પૈસાની પ્રીત તોડી તમે પરમાતમને ભજો.'
“જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો.’'
“આ ભવ રત્નચિંતામણિ સરીખો, વારંવાર ન મળશેજી;
ચેતી શકે તો ચેત ઓ જીવડા, આવો સમય નહિ મળશે જી.’
એકદા મુંબઈથી આવેલા ભાવિકોને પૂ. રતનબાઈ મ. એ પ્રશ્ન પૂછ્યો, “ભાઈઓ હું તમને પૂછું છું કે વ-વા વધ્યા અને ગ-ગા ઘટ્યા તે શું ?’’ તમે બધા મુંબઈવાસી છો, ચતુર છો તો જવાબ આપો. કોઈની કલ્પનામાં નહિ, આવો સવાલ સાંભળી સૌ ચમકી ગયા. આખરે મહાસતીજીને ખુલાસો કરવા કહ્યું ત્યારે પૂ. મહાસતીજીએ જવાબ આપ્યો, “વૈભવ, વિલાસ, વ્યસન, વૈદ્ય, વકીલ અને વૈશ્યા’' આ વ-વા વધ્યા. આની પાછળ માણસ માનવતા ભૂલ્યો છે. ખાનદાની ગીરવે મૂકી છે, મર્યાદા લોપાઈ છે અને વૈદ્ય (ડૉક્ટર)ના ઘર ભરે છે તથા ગ-ગા ઘટ્યા તે “ગુરૂજી, ગુંસાઈ, ગરાસિયા, ગુર્જર અને ગોરસ આ બધા ઘટવાથી દાન દેવાની વાત ગઈ, વીરતા ગઈ અને ગાયો કતલખાને ગઈ.
“વચનથી વખણાય, વચનથી નિંદાય; વચનથી હલકો પડે, વચને કિંમત થાય. ખાઈએ તો ખીર, ઓઢીએ તો ચીર; રહીએ તો ધીર, મારીએ તો મીર.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org