________________
આ છે અણગાર અમારા
४०३ “ધન્ય ધન્ય ક્ષેત્ર સમાઘોઘા જી, ધન્ય છ કોટિ શ્રી સંઘ; સ્થિરવાસ કરાવ્યા અતિ ઘણા જી, સંત સેવાનો રે સંગ.”
સમાઘોઘા ગામ એટલે કોટિ અજરામર સંઘનું એક રાગી ક્ષેત્ર. સ્થિરવાસ માટેની પ્રખ્યાત ભૂમિ. ત્યાંના શ્રાવકો એટલે સેવાના ભેખધારી. લોહચુંબકની જેમ સંતોને સ્થિરવાસ માટે આકર્ષી શકે છે. બાવન-બાવન વર્ષ સુધી સ્થાનકને તાળું ન વાસવું પડે, તેવા મહાભાગ્ય સમાઘોઘા સંઘના છે. સદાય સંતોના પગલાં થતાં. જંગમ તીર્થ સમાન ચારિત્રાત્માઓએ સમાઘોઘાને તીર્થધામ બનાવી દીધું હતું. સમાઘોઘામાં ઘણા સ્થિરવાસ થયા છે અને તે સર્વ સંત પુરૂષોની શ્રી સમાઘોઘા સંઘે અંતરના ભાવથી સેવા-ભક્તિ કરી છે. સમાઘોઘામાં સ્થિરવાસ રહેલ મહાસતીજીઓના નામ આ પ્રમાણે છે : (૧) પૂ. નાથીબાઈ મહાસતીજી (૨) પૂ. નાનબાઈ મ. (૩) પૂ. ગંગાબાઈ મ. (૪) પૂ. મોટા રતનબાઈ મ., જેમણે છ દિવસનો સંથારો કરી ૮૬ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામેલા. (૫) પૂ. મોટી દીવાળીબાઈ મ., તેમણે પણ ૮૬ વર્ષની ઉંમરે છ દિવસનો સંથારો કરી કાળધર્મ પામ્યા હતા. (૬) પૂ. તીર્થસ્વરૂપા રતનબાઈ મ., જેમણે અંતિમ સમયે સંથારો લીધો હતો.
ચાતુર્માસ કે રોષકાળનો લાભ બધા લે પરંતુ સ્થિરવાસ તો કોઈક જ સંઘ કરાવી શકે. મોટા ભાગના સંઘો શક્તિના પૂજારી હોય છે. સાધુતાના પૂજારી, સેવાના ભેખધારી તો કોઈક જ સંઘ હોય છે. પૂ. રતનબાઈ મ.નો રોષકાળ કરાવી શ્રી સંઘે પોતાની કીર્તિને ચાર ચાંદ લગાવી દીધા હતા. ૯૭ વર્ષની ઉંમરે એકાંતરા ઉપવાસ શરૂ કરેલા તે ૯૯ વર્ષની ઉંમરે શિષ્યાઓના અતિ આગ્રહના કારણે ના છૂટકે છોડવા પડેલા કેમકે પછી શરીર અશક્ત થઈ ગયું હતું છતાં આત્મબળ અનુપમ હતું.
ચાલશે, ફાવશે, ભાવશે. આ ત્રણ શબ્દો તેમના અણુ અણુમાં વણાયેલા હતા. નિયમિત ગોચરીમાં કે પારણામાં ઠંડું-ગરમ, કાચું-પાકું ગમે તેવું મળે તો પણ નહિ રાગ કે દ્વેષ ! જાણે સમભાવનો અખૂટ ખજાનો જોઈ લ્યો. શ્રીમદ્ રાજચંદ્ર સાચું જ કહ્યું છે,
ઘોર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અન્ને નહિ મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો..અપૂર્વ.”
તપસ્યામાં ક્યારેય સૂઈ રહેવાનું નહિ. સ્વાધ્યાય, જાપ આદિ ખૂબ ઉત્સાહથી કરતા. નહિ પ્રમાદ, નહિ થાક, નહિ કંટાળો ! જ્યારે જુઓ ત્યારે એ જ પ્રસન્નતા. એ જ આત્મરમણતા. સાધ્વીરત્નોની વૈયાવચ્ચ તથા દર્શનાર્થીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org