________________
૩૯૪
પૂ. રતનબાઈ મહાસતીજી જો ચાતુર્માસ માટે કોઈ સાધ્વીજી વિહાર કરતા હોય તો એવા મીઠાં-મધુરા આશીર્વાદ આપે, “બેટા ! ફતેહના ડંકા દઈને આવજો, ભવ્ય જીવોને ઉપદેશથી તારજો, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં આગળ વધજો. શાતામાં રહેજો, મારા તરફથી તમને કંઈ કહેવાયું હોય તો હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું...” અને દડ... દડ... આંસુ સરી પડે. મહાસતીજીની સરળતાની સાથે એવી કોમળતા હતી કે આંસુ સર્યા વિના રહે જ નહિ. વાત્સલ્યના વહેણ વહ્યા વિના રહે જ
નહિ.
દીક્ષાર્થી બહેનો પ્રત્યે પણ “મા” જેવી લાગણી રાખતા, દીક્ષાર્થી બહેનોને પૂછે, “બચ્ચા ! જમ્યા બરોબરને ? જો જો પોતાનું ખાધેલું પોતાને કામ આવે. બરાબર ખાશો તો બે ગાથા વધારે ગોખી શકશો.” આ પુસ્તકના લેખક મુનિ શ્રી પ્રકાશચંદ્રજી દીક્ષાર્થી અવસ્થામાં મોટા મહાસતીજીના દર્શન કરતા ત્યારે ખોબલે ખોબલે આશીર્વાદ આપતા તથા કહેતા કે, “ભોરારાના નામ રોશન કરજો . બીજા મહાસતીજીઓને કહેતા કે આ છોકરો બહુ આગળ વધશે.” ઈત્યાદિ...
'મહાવીર અને ગૌતમ જેવો રત્ન-સૂર્ય સંબંધ બા.બ્ર. મોટા સૂરજબાઈ મહાસતીજી તરફ તેમને અનન્ય વાત્સલ્ય ભાવ હતો. તેમને “મીઠ, મારી સિંહણ' વગેરે સંબોધનથી બોલાવતા તથા એક પણ દિવસ તેમનાથી જુદા પડે નહિ. ૫૧ વર્ષમાં માત્ર ચાર ચોમાસાં જુદા કર્યા હતાં.
ક્યારેક જુદા પડે તો આખો દિવસ સૂરજ... સૂરજ... ઝંખ્યા કરે. ક્યારેક પૂ. સૂરજબાઈ મ. બિમાર પડે તો એમને જરાય ચેન ન પડે. જ્યાં સુધી પૂ. સૂરજબાઈ મ. પોતાના મુખેથી ન કહે કે, “માડી ! હવે મને સારું છે હોં, આપ પાટે બિરાજો.”
ત્યાં સુધી ખડે પગે ઊભા રહે. પૂ. રતનબાઈ મ. તથા પૂ. સૂરજબાઈ મ. એટલે જાણે આત્મા એક પણ શરીર જુદા એવું લાગે. સૂરજબાઈ મ.ને અસ્વસ્થ જોઈ પરમાત્માને પ્રાર્થના કરતા, “પ્રભો ! મારી સેવા કરનાર સૂરજને શાતા આપજે.”
“ કો સયા” સાધક હંમેશા સ્વાધ્યાયમાં રત રહે. આ દશવૈકાલિક સૂત્રના વચનામૃતને પૂ. મોટા મહાસતીજીએ અક્ષરશ: પોતાના જીવનમાં ઉતાર્યું હતું. તેમણે દીક્ષા લીધી ત્યારથી અને ખાસ કરીને તેમના ગુરૂણીના કાળધર્મ પછી તેઓ એટલા સ્વાધ્યાયપ્રેમી બની ગયા હતા કે તે સ્વાધ્યાય પ્રેમ જિંદગીના અંત સુધી જાળવી રાખ્યો હતો. ૯૬ વર્ષની વય સુધી તો હાથમાં આગમ-શાસ્ત્રો હોય જ તથા સ્વાધ્યાય કરતા હોય.
આવી રીતે પૂ. રતનબાઈ મહાસતીજીએ મહદંશે તીર્થંકર પરમાત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org