________________
૩૮૪
બા.બ્ર.વિદૂષી પાંચીબાઈ મહાસતીજી ૧૯૬૦ માં મહાસુદ તેરસ ગુરૂવારે તુંબડી મુકામે જૈન ભાગવતી દીક્ષા ધારણ કરી.
પ્રવજ્યા અંગીકાર કરી અપ્રમત્તદશામાં વિહરવા લાગ્યા. ગુરૂણી કુંવરબાઈ મહાસતીજી સાથે રહી જિનાગમોને દ્રવ્યાનુયોગનો સારો એવો અભ્યાસ કર્યો. વડીલ ગુરુવર્યોની વૈયાવચ્ચ કરી.
સંયમકાળ દરમ્યાન એમના તેર શિષ્યાઓ થયા. એમના નામનો સંઘાડો ચાલ્યો. (૧) પૂ. શ્રી કેસરબાઈ મહા (૨) પૂ. શ્રી પ્રેમબાઈ મહા. (૩) પૂ. શ્રી અમૃતબાઈ મહા. (૪) પૂ. શ્રી હિરબાઈ મહા. (૫) પૂ. શ્રી ગુલાબબાઈ મહા. (૬) પૂ. શ્રી ઝવેરબાઈ મહા. (૭) પૂ. શ્રી હરિબાઈ મહા. (૮) પૂ. શ્રી ધનગૌરીબાઈ મહા. (૯) પૂ. શ્રી સૂરજબાઈ મહા. (૧૦) પૂ. શ્રી મંજુલાબાઈ મહા. (૧૧) પૂ. શ્રી વિજ્યાકુમારીબાઈ મહા. (૧૨) પૂ. શ્રી તારામતીબાઈ મહા. (૧૩) પૂ. ગુણવંતબાઈ મહા.
એ રીતે નામ પ્રમાણે ગુણ કેળવી સર્વને મણીની જેમ પ્રકાશ અર્પી... ઉચ્ચ કોટિની સંયમ સાધના કરી વિ.સં. ૨૦૧૯ વૈશાખ કૃષ્ણ-ચૌદસના દિને લાકડિયા મુકામે બપોરના ત્રણ વાગે કાળધર્મ પામ્યા. ગગનમાં ચંદ્રના અભાવે ઘેરી કાલિમાં છવાઈ... ધરતી પર તેજસ્વી તારલો અસ્ત થતાં સહુના હૃદય તથા મનમાં પણ શોકની કાલિમા છવાઈ ગઈ.
* * *
પ્રવચન પ્રભાવિકા બા.બ્ર. વિદુષી પાંચીબાઈ મહાસતીજી)
સ્વ. બા.બ્ર. વિદુષી પાંચીબાઈ મહાસતીજીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના રતાડિયા (ગણેશવાલા) ગામમાં વિ.સંવત ૧૯૩૬ની સાલે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ વજપારભાઈ અને માતુશ્રીનું નામ ખીમઈબાઈ હતું. તેઓશ્રી ઓસવાળ જ્ઞાતિના હતા. નં પવિત્ર ગનની , વસુન્દર પુષ્યવતી સ્ત્ર તેના અર્થાત્ મહાન આત્મા
જ્યાં જન્મ લે છે તે કુળ પવિત્ર હોય છે. માતા કૃતાર્થ હોય છે તથા તેના વડે પૃથ્વી પુણ્યશાળી બને છે.
આવા પવિત્ર અને સરળહૃદયી માતા-પિતાને ત્યાં જન્મ ધારણ કરનાર સુપુત્રીનું નામ ‘પાંચીબાઈ રાખવામાં આવ્યું હતું. માતા-પિતામાં ધર્મના સંસ્કારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org