SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૩૮૩ એ કચ્છની કામણગારી ભૂમિ પર માંડવી તાલુકામાં બીદડા નામનું ગામ છે. બિદડાના સહુ શ્રાવકો આસ્તિક અને ધાર્મિનિષ્ઠાવાળા હતા. તેમાં પણ બિદડામાં પ્રસિધ્ધ શ્રાવક શ્રી ઉકેડાભાઈ કાંઈયા દેઢિયા તેમના ધર્મપત્નિ પરમ શ્રાવિકા હિરબાઈ બન્ને શ્રાવક ધર્મના જ્ઞાતા હતા. નિત્ય ધર્મસ્થાને જતા અને શ્રાવકના આવશ્યક કર્મો સહર્ષ કરતા. આવા ધર્મનિષ્ઠ શ્રાવક ઉકેડાભાઈ અને હીરબાઈના જીવનમાં કોઈ ઉચ્ચ સંદેશો આપનાર આપણા આ કથાના મુખ્ય પાત્ર મણિબાઈનો વિ. સંવત ૧૯૩૭ માં જન્મ થયો. ઉકેડાભાઈને ભારૂભાઈ, ગગુભાઈ નામના બે પુત્રો અને મણીબાઈ, વેજબાઈ, અમીબાઈ, ભાણબાઈ નામની ચાર પુત્રીઓ એમ છ સંતાનો થયા. ઘરમાં પ્રથમથી ધાર્મિક સંસ્કાર હોવાથી પુત્ર અને પૌત્રોમાં પણ ધર્મ સંસ્કાર ચાલ્યા જ આવતા હતા. પોતાના સંતાનોને ગુજરાતીમાં શિક્ષણ આપ્યું. કચ્છના જૈન સમાજમાં બાલલગ્ન કરવાની પ્રથા હતી. એટલે મણિબાઈનું વેવીશાળ નજીકના તલવાણા ગામમાં કર્યું હતું. તલવાણાના શેઠ તેજાભાઈના પુત્ર નેણશીભાઈ સાથે વેવિશાળ થતા ટુંક સમયમાં લગ્ન થયા. ત્યારે મણિબાઈની ઉંમર ૧૩ વર્ષની હતી. આટલી નાની વયે... પિયર છોડી સાસરે જવાનો યોગ થયો. મણિબાઈના કર્મનો ઉદય કોઈ એવો આવ્યો કે એક વર્ષના ગૃહસ્થાશ્રમ પછી પોતાની ૧૪ વર્ષની વયમાં જ પોતાના પતિ નેણશી શેઠના આયુષ્યની સ્થિતિ પૂરી થતાં નેણશી શેઠે સ્વર્ગવાસ કર્યો... અને નાની વયમાં મણિબાઈ વૈધવ્ય પામ્યાં. આ આઘાતજનક પ્રસંગ એમને સંસારથી વિરક્ત બનાવી ગયો. નેણશીભાઈનો સ્વર્ગવાસ થયો ત્યારે મણીબાઈ સ્નાન કરવા ગયા હતા. પાછળથી તેમના દાગીનાની ચોરી થઈ ગઈ, ત્યારે તેમની માસીએ કહયું કે દાગીનાની ચોરી થઈ ગઈ ત્યારે મણીબહેને કીધું કે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજસુ શ્રી ગોપાલ” તો ભલે ગયા મને જોઈતા નથી. મારે દીક્ષા લેવી છે. વૈધવ્ય પામ્યા પછી તેમના પિતાજીએ મણીબાઈને મોહવશથી લગભગ ૧૦ વર્ષ દીક્ષા લેતા રોકી રાખ્યા. એ દરમ્યાન એમણે જીવનની ઉજ્જવલ ભૂમિકા તૈયાર કરી. નિરંતર ધર્મક્રિયા અને શાસ્ત્રાભ્યાસમાં ઓતપ્રોત બની ગયા. જ્યારે જ્યારે સાધુ-સાધ્વીનો યોગ મળે ત્યારે ધાર્મિક જ્ઞાન મેળવતા. છકાયના બોલ, નવતત્વ, લઘુદંડક, ગતાગતિ, કર્મપ્રકૃતિના બોલ, મોટો બાસઠીઓ, ચાર કષાય વગેરેનો અભ્યાસ કર્યો. વાગડવાળા બહુસૂત્રી કુંવરબાઈ મહા. નો યોગ થતા સંયમની ભાવના તીવ્ર બની. પિયર પક્ષે માતા-પિતા, સસરા પક્ષના વડીલો સર્વેની આજ્ઞા મેળવી વિ.સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy