________________
આ છે અણગાર અમારા
૩૦૭
પૂ. મૃગાબાઈ મ.ના સુપુત્ર શાસનપ્રભાવક સ્થવિર શ્રી જીવણજી સ્વામી, આ પુસ્તકના લેખક મુનિ શ્રી પ્રકાશચંદ્રજીના સંસારી દાદાના કાકા પૂ. શ્રી લાધાજી સ્વામીના ગુરૂદેવ હતા. પૂ. શ્રી લાધાજી સ્વામી વિ.સં. ૧૯૩૦ની સાલે માગસર વદિ-૮ના દિવસે માંડવી મુકામે દીક્ષા લીધી હતી. ભોરારાના પ્રથમ મુનિરાજ તેઓશ્રી જ હતા. તેમના પણ બે શિષ્યો થયા હતા (૧) પૂ. શ્રી ટોકરશી સ્વામી (૨) પૂ. શ્રી શિવલાલજી સ્વામી. પૂ. શ્રી લાધાજી સ્વામી વિ.સં. ૧૯૮૧ શ્રાવણ સુદિ-૧૧ના દિવસે વિરમગામમાં સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા હતા.
* * *
સંઘાડાના શિરમોર મહાસતીજી શ્રી ડાહીબાઈ આર્યાજી
પૂ. શાસનોદ્વારક આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મહાસતીજી શ્રી વાંછીબાઈ આર્યાજીના સંઘાડામાં મહાસતીજી શ્રી ભાણબાઈ આર્યજી થયા. તેમના મુખ્ય બે શિષ્યાઓ થયા (૧) રાપરના પૂ. વેજબાઈ મહાસતીજી તથા (૨) ગુંદાલાના પૂ. ડાહીબાઈ મહાસતીજી, પૂ. વેજબાઈ મ. ના સંધાડામાં વાગડના સિંહણ કુંવરબાઈ આર્યાજી, મોટા મણિબાઈ આર્યાજી, ઝવેરબાઈ આર્યાજી આદિ ઠાણાઓ થયા. તેમના સંઘાડામાં અત્યારે સૌથી મોટા બા.બ્ર. સૂરજબાઈ મહાસતીજી છે જ્યારે પૂ. ડાહીબાઈ મ. ના સંધાડામાં મહાસતીજી જીવીબાઈ આર્યજી, મ. વેલબાઈ આર્યજી, મ. માણેકબાઈ આર્યજી, મ. દેવકુંવરબાઈ આર્યાજી આદિ થયા. તેમના સંઘાડામાં અત્યારે સૌથી મોટા બા.બ્ર. ઉજ્જવળકુમારીજી મહાસતીજી છે. આમ એક મગની બે ફાડ સમાન આ બંને સંઘાડા અત્યારે અજરામર ધર્મસંઘમાં મોટા સંઘાડા છે.
કચ્છમાં સુપ્રસિદ્ધ નામ એવું ગુંદાલા ગામ
મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામમાં વિ. સં. ૧૮૯૬ ની સાલે પુણ્યાત્મા ડાહીબાઈ મહાસતીજીનો જન્મ ભાગ્યશાળી પિતા હંસરાજભાઈ તથા સદ્ગુણી માતાશ્રી જીવીબાઈની કુક્ષિએ થયો હતો. તેઓશ્રી સ્વભાવે શાંત, સરળ અને ધર્મપ્રેમી હતા. બાલપણમાં તેમના લગ્ન થયેલા પરંતુ કર્માનુસાર જલ્દી વૈધવ્ય દશા આવી પડી. આ નિમિત્તથી તેઓ સંસારથી વિરક્ત થઈ ગયા. પૂર્વ આરાધનાના પુણ્યોદયે ભદ્ર-સ્વભાવી મહાસતીજી શ્રી ભાણબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ ગુંદાલા પધાર્યા. તેમના સત્સંગથી ડાહીબેન વિશેષ વૈરાગ્યવાસિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org