________________
આ છે અણગાર અમારા
૩૩૫ રહેતો, આ હતભાગી આત્માએ પણ ચાર વર્ષ સુધી આ લાભ બન્ને મહાપુરુષોના સાન્નિધ્યમાં અને પછી પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની હયાતિ સુધી લીધેલો, જે અદ્યાપિ યાદ આવે છે. હૈયું ગદ્ગદિત થઈ જાય છે. ખરેખર આવા મહાપુરુષો પાસે એક ક્ષણ વિતાવવી તે પણ જીવનનો એક લ્હાવો હતો.) તે પ્રાર્થના સ્વસ્થતાથી સાંભળી.
રાત્રિ પૂર્ણ થવાની તૈયારી હતી, ૬-૧૦ કલાકે ધીમે ધીમે નવકાર મહામંત્ર, ચત્તારિ મંગલ બોલતા હતા. શિષ્યો બધા હાજર હતા. પૂજ્ય આચાર્યદેવ શ્રી બાજુની પાટ ઉપર બેઠા હતા ત્યારે “નમો સિદ્ધાણં પદ સંભળાવ્યું અને સમાધિભાવે હાથ જોડેલા હતા તેવા સમુજ્જવલ સંજોગોમાં કાળધર્મ પામ્યા.
ડો. રામજીભાઈને બોલાવવામાં આવ્યા. તરત જ ડોકટરે આવીને કહ્યું, એક્સપાયર્ડ', - આ શબ્દ સાંભળવો અસહ્ય હતો. લખતાં હૈયું ચીરાઈ જાય છે. તે વખતની શિષ્યોની વેદના અસહ્ય હતી. “રામના બાણ વાગ્યા રે હોય તે જાણે”
૯૧ વર્ષીય મહાસ્થવર શાન્તમૂર્તિ પૂ. આચાર્ય ભગવંતને જ્યારે આ વાત કરી ત્યારે નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમની આંતરિક વેદના જોઈ કઠોર હૃદયની પથ્થર દિલ વ્યક્તિનું હૃદય પણ પીગળી જાય. હજારો આંખો ચોધાર આંસુએ રડી.
' “જાનાર તો જાતા રહ્યા સદ્ગુણ એના સાંભરે.” પ્રકાશ આપી હર્યા અંધારાં, વિયોગ અમોને નથી ખમાતો મુનિ મંડળને કર્યા નોંધારા, વિયોગ કોઈને નથી ખમાતો...
આવા મહાન સદ્ગુરૂના ગુણો ગાવા માટે જીભ ઘણી ટૂંકી છે. કલમની કોઈ તાકાત નથી કે શબ્દોમાં એને યોગ્ય સ્વરૂપ આપી શકે.
સબ ધરતી કાગજ કરું, લેખન કરું વનરાય
સબ સમુદ્ર શાહી કરું, ગુરગુન લિખા ન જાય | મા શારદા વદે ને લાખો લહિયા લખે અંત ગુરૂગુણ તણો તોય કરી ના શકે (૨) ગતિ માપી શકાય જો અનંતની (૨) તો કદાચ (૨) કવિતા રચાય ગુરૂદેવની (૨)
'નવલ ગુરૂદેવ મારા કૃપા વરસાવજો
(તર્જ:- ટીલડી રે મારા....) નવલગુરૂદેવ મારા કૃપા વરસાવજો , હું તો માંગુ... (૨) આપની કૃપા વરસાવજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org