________________
૩૧૬
શ્રી નવલચન્દ્રજી સ્વામી નાનકડો બાળ નરપાલ પણ ગુરુમહારાજના દર્શન કરવા ઉપાશ્રયમાં ગયો. ગુરુમહારાજ પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ તેને વાત્સલ્યભાવથી નામ-ઠામ વગેરે પૂછયું. પૂજ્યશ્રીએ પહેલી જ વાર જોઈ હીર પારખી લીધું કે આ બાળક ભવિષ્યમાં શાસનદીપક થશે. ભાવિમાં જે મહાપુરુષ થવાના છે તેમનાં લક્ષણ ક્યારેય ઢંકાયેલા રહેતાં નથી. બાળપણથી જ એ સંસ્કારો દેખાઈ આવે છે.
પૂજ્યશ્રીએ નરપાલકુમારને સામાયિક વગેરે શીખવાની પ્રેરણા આપી. નરપાલકુમારે તેને ઝીલી લઈ ધાર્મિક અભ્યાસની શરૂઆત કરી. કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી તથા ભારતભૂષણ શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ જ્યારે આ બાળકને જોયો ત્યારે તેમનું પણ દિલ ઠર્યું.
નરપાલકુમાર પણ પૂર્વના કોઈ અપૂર્વ ઋણાનુબંધના કારણે આખો દિવસ ગુરુમહારાજના સાન્નિધ્યમાં રહેવા લાગ્યા. ગુરુદેવ પ્રેમથી વાચના આપે અને નરપાલ વિનયપૂર્વક અભ્યાસ કરે.
પૂજયશ્રીની બોધમય અમીવાણીના કારણે નરપાલકુમાર વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તેમને સંસારની અસારતાનો ખ્યાલ આવ્યો. પોતાની બે વર્ષની ઉંમર હતી. ત્યારે માતા મીણાબાઈ આ ફાની દુનિયા છોડી ગયેલા વગેરે દ્રશ્યો નજર સામે તરવરવા લાગ્યા. ઉપાદાન તૈયાર થતાં નિમિત્ત મળી ગયું. સદ્ગુરુવરની કૃપા પ્રાપ્ત થઈ.
નરપાલકુમારે દઢ નિર્ણય કર્યો કે મારે તો પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના ચરણ-કમળમાં સમર્પિત થઈ જવું છે અર્થાત્ એમની પાસે સંયમ અંગીકાર કરવો છે. ગુલાબ ફૂલ જેવા કોમળ અને એવા જ સુવાસિત ગુરુદેવ પોતાને પ્રાપ્ત થયા છે એમ માની પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. ઘરે આવીને પિતાજીને વાત કરી કે મારે કાયમ માટે ગુરુદેવના સાન્નિધ્યમાં રહેવું છે. એમની પાસે ધાર્મિક અભ્યાસ કરવો છે અને દીક્ષા લેવી છે.
સરલર્દયી નાથાભાઈએ જ્યારે આ વાત સાંભળી ત્યારે પોતે ખૂબ જ ખુશ થઈ ગયા કે હું તો અસાર સંસારમાં ફસાઈ ગયો પરંતુ મારા ચિરંજીવીને ફક્ત દશ જ વર્ષની ઉંમરે આવા ભાવ થયા છે તે એના પરમ ભાગ્યની નિશાની છે. મારે પુત્રને સંયમ લેતા અટકાવવો નથી. છતાં પરીક્ષા કરવા માટે કહ્યું કે, “બેટા! તારી ભાવના બહુ ઊંચી છે પરંતુ દીક્ષા લેવી સહેલી છે; પાળવી કઠિન છે. સંયમી જીવનમાં કેટલાં કોનો સામનો કરવો પડે છે – કેશલુચન, પાદવિહાર, ગોચરી વગેરે કષ્ટદાયક હોય છે. વળી તારી ઉમર પણ નાની છે માટે હમણાં ઘરે રહીને અભ્યાસ કર પછી આપણે વિચાર કરીશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org