________________
આ છે અણગાર અમારા
૩૧૫
ચોગુના’”ની જેમ તે બાળક વૃદ્ધિ પામી રહ્યું હતું. આનંદ અને શાંતિપૂર્વક દિવસો પસાર થઈ રહ્યા હતા. “નાનું કુટુંબ સુખી કુટુંબ’' જેવું હતું પરંતુ કાયમ સુખ, શાંતિ અને આનંદ રહે તો સંસાર કોને કહેવાય ?
“વાત્સલ્યમયી માતાની વસમી વિદાય'
કુદરતને આ કુટુંબનું સુખ મંજુર નહિ હોય તેમ પુત્ર નરપાલકુમા૨ બે વર્ષના થયા ત્યારે અચાનક જીવલેણ બીમારીના કારણે માતા મીણાબાઈ અવસાન પામ્યા. પિતા અને પુત્ર ઉપર જાણે અણધારી આફત આવી પડી ! નાથાભાઈને ધર્મપત્નીના મૃત્યુથી વજ્રઘાત જેવો આધાત લાગ્યો. પુત્રની દશા પણ જલ વિનાની માછલી જેવી થઈ. પરંતુ અનુભવીઓની ગણતરી પ્રમાણે દરેક મહાપુરુષોની નાની ઉંમરમાં આવી જ કાંઈક ઘટનાઓ બનેલી હોય છે અને એમાંથી જ તેઓ ઘડતર પામી આગળ વધે છે. એક હિન્દી કવિએ સાચું જ કહ્યું છે કે -
નાથાભાઈના જીવનમાં ધર્મના સંસ્કાર હોવાથી આર્તધ્યાનને દૂર કર્યું. સંસારની અસારતા સમજાઈ. સંયોગ ત્યાં વિયોગ એ સનાતન સત્યનો ખ્યાલ આવ્યો. પુત્રને ક્યાંય ઓછું ન આવે તેવી રીતે રહેવા લાગ્યા. અનુભવીઓના વચનાનુસાર આ પ્રસંગ બન્યો એમાં પણ ‘કાંઈ શુભ સંકેત હતો જ. કુટુંબીજનોએ નાથાભાઈને ફરીથી લગ્ન કરવાની વાત કરી પણ તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.’ દાદીમા રાણીબાઈ પૌત્ર નરપાલનું લાલન પાલન કરવા લાગ્યાં.
નરપાલકુમાર સાત વર્ષની ઉંમરના થયા ત્યારે ગામઠી શાળામાં એમને ભણવા માટે બેસાડ્યા. ખંતપૂર્વક અભ્યાસ કરતા નરપાલકુમારે બે ગુજરાતી પાસ કરી પછી ભણવાનું છોડી દીધું. દશ વર્ષ પૂર્ણ થઈ ગયા. અગિયારમું વર્ષ ચાલી રહ્યું છે.
સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા ભલી । જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહિ II આ કાળમાં શુદ્ધ આત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલા । મુજ પુણ્યરાશિ ફળ્યો અહો સદ્ગુરુ સમ નાવિક મળ્યા II
વિ.સં. ૧૯૮૪ના પોષ મહિનામાં પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, શતાવધાની પંડિત શ્રી રત્નચન્દ્રજી સ્વામી, શાંતમૂર્તિશ્રી રૂપચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ ગ્રામાનુગ્રામ વિચરતા ભચાઉની ભૂમિને પાવન કરી. ભચાઉના ભાગ્યશાળી ભાવિકો તેમનાં વ્યાખ્યાન-વાણી, સત્સંગ વગેરેનો સારી રીતે લાભ લેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org