________________
૩૦૦
શ્રી રુપચન્દ્રજી સ્વામી સરલતા આબાલવૃદ્ધ ઉંમર પર્યત વધતી જ ચાલી હતી. તેમની સરલતાનો જોટો જડવો મુશ્કેલ છે.
સર્વેષાં ત્યાનાં માગને વિનય: સર્વ કલ્યાણનો આધાર વિનય નમ્રતા છે. આ ગુણ પૂજય સાહેબના અણુ અણુમા વણાયેલો હતો. અહંકારની આંશિક અભિવ્યક્તિ પુ. આચાર્યશ્રીના વચન અને વર્તનમાં દેખાઈ ન હતી. નહોતું એમનામાં જ્ઞાનનું ગુમાન કે નહોતો એમને મોભાનો મદ. ઘણીવાર કાગળ લખાવે (પૂ. આચાર્યદેવ શ્રી તથા તેમના અંતેવાસી ગીતાર્થ ગુરુદેવશ્રી પોતના હાથે સંસારીઓને પત્ર નહોતા લખતા) ત્યારે છેલ્લે આપણે લખીએ કે પૂજ્ય આચાર્ય સાહેબના ફરમાનથી. તો તરત જ મીઠો ઠપકો આપે કે આચાર્ય ન લખવું. મારામાં કેટલા ગુણો છે તે હું જાણું, માટે અતિશયોક્તિ ન કરીએ. ફક્ત એટલું જ લખવું કે પૂજ્યશ્રીના ફરમાનથી લોકો બધા મને ઓળખે છે કે હું રુપચન્દ્રજી છું. આવી નમ્રતાનો સાક્ષાત અનુભવ થયો છે. ત્યારે ખરેખર એ વિરલ વિભૂતિને મસ્તક અહોભાવથી નમી પડતું. આવી જ નમ્રતા આ પામર પ્રાણીમાં આવે તેવી પુણ્યાત્માને પવિત્ર પ્રાર્થના.
તેમના જીવનમાં અનુકંપા તો ખૂબ જ હતી. દરેક ક્રિયાઓમાં ઉપયોગ અને જતના રાખવાની મીઠી મધુરી શિખામણ આપતા. ક્યારેક અસાવધાનીથી બેદરકાર વર્તન જુએ તો આટલી જૈફ વયે પણ હળવી ટકોર કરે, “મોમાયો, વિચાર ન મળે.” “ભાઈ જનતાથી ડરીએ.” “ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં વિવેક રાખીએ.” “નકામી વાતોમાં સમય ન ગુમાવીએ.” “અભ્યાસમાં ધ્યાન દઈએ.” “પ્રથમવેદ હારે અર્થાત સ્ત્રીઓ સાથે બહુ પરિચય ન કરીએ” આવી તો સેંકડો હિતશિક્ષાઓ તેમણે આપેલી. આ બધું યાદ કરતાં કરતાં કૃતજ્ઞતાથી એ મહાપુરુષને મસ્તક નમી પડે છે.
- પૂજ્યશ્રીમાં આમત્સરતાનો ગુણ પણ એવો જ. ઈર્ષા અદેખાઈ તેમનાથી દૂર જ હતા. આમ માનવ બનવાના ચાર ગુણો તેમના જીવનમાં સારા વિકાસ પામ્યા હતા.
जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ ।
આચારંગ સૂત્રના આ મહાકાવ્યને પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં સારી રીતે વિકસાવ્યું હતું. સગુણોનું સર્જન અને દુર્ગણોનું વર્જન”આ પુજ્ય આચાર્યશ્રીની જીવન સાધના હતી. જેનાથી આત્મા મલિન થાય તેવી પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરવી નહિ, આ પૂજ્યશ્રીની આત્મજાગૃતિ હતી. આ સાધનામાં તેઓ સફળતાના શિખરે પહોંચ્યા હતા. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની આરાધના એ જ એમનું લક્ષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org