________________
આ છે અણગાર અમારા
૨૯૯
વર્ષ ચાલી રહ્યું હતું. આઠ આઠ દાયકા સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન શીતલ તથા ગંગાના નીર જેવા નિર્મળ ચારિત્ર પર્યાયમાં પસાર કર્યા હતા. જેમણે સંસારી અવસ્થામાં પણ યાંત્રિક વાહન, બસ, ગાડી, મોટરકાર આદિનો પ્રવાસ પણ કર્યો ન હતો. માત્ર ૧૫ વર્ષની ઉમરે દીક્ષા અંગીકાર કરનાર આ મહાપુરુષ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં આનંદ મંગળ શાંતિ છવાઈ જતાં. એમના દિવ્ય દીદારના દર્શન કરી સૌ પાવન થતા તેમ જ ધન્યતાનો અનુભવ કરતા. તેમના સાનિધ્યમાં ત્રિવિધ તાપ શમી જતા. હજારો ભવ્યાત્માઓ જાત અનુભવ કરતા કે કલિકાળના કલ્પવૃક્ષની શીતલ છાયામાં જ જાણે બેઠા છીએ.
'નિર્મળ સ્ફટિક સમાન સંયમી જીવન
ઝાલાવાડની ભાવિક જનતા પૂજય સાહેબને, “બાપજી મહારાજના હુલામણા નામથી સંબોધન કરતી. તે ભાવિકો બાપજીની નિસ્પૃહતા અને હંમેશા પ્રભુ પરાયણતા (સ્વરુપ રમણતા) ના દર્શન કરી. “ઓલિયા પુરુષ” કે “પરમહંસ આત્મસાધક” તરીકે ઓળખાતી હતી. હળાહળ જૂઠ-પ્રપંચથી વ્યાપ્ત વર્તમાન જગતમાં નક્કર સત્ય સ્વરુપે આવા મહામુનિ જીવંત સ્વરુપે હોઈ શકે છે તે લોકોને આશ્ચર્યકારી ઘટના લાગતી હતી.
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી આજીવન નિષ્કલંક પારદર્શી ચારિત્રની સાક્ષાત્ મૂર્તિસ્વરુપ હતા. તેઓશ્રીની સંમનિષ્ઠા એટલી ઉજ્જવલ હતી કે ગમે તે દેશકાળના સંયોગો એમની ચારિત્રની શુદ્ધ ચાદરને એક માખી બેસવાના દાગ જેટલી પણ મલિન કરી શક્યા ન હતા ! એમની મર્યાદામાં યુગો યુગ સુધી આત્મસાધકોને નૂતન પ્રેરણા આપતી રહેશે.
તેઓશ્રી આજ ભલે હાજર નથી પરંતુ તેમના એક એકથી ચડિયાતા સદ્ગણોની સુવાસ તો હજી પણ એવી જ છે. એ સુવાસને જેઓ ગ્રહણ કરશે તેઓનું જીવન પૂજ્યશ્રીની જેમ જરુર ધન્ય બનશે.
‘‘પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિવિનીતતા, સાનુક્રોશતા અને
(અમત્સરતાની બનેલી ચતુર્મુખી સાક્ષાત્ મૂતિ'' શતાબ્દીથી અધિક સમય પહેલા અવતરેલ અને કિશોર વયમાં દીક્ષિત થનાર આ દિવ્યાત્માની સરલતા અને સચ્ચાઈનું માપ કાઢવું મુશ્કેલ છે. જે નિર્દોષતા તથા સરલતા નાના બાળકમાં દૈવી સદ્ગુણ સ્વરુપે હોય છે તે સામાન્ય જગતમાં ઉંમર વધતાની સાથે ઘટતી જતી હોય છે પરંતુ આથી ઊલટું આ નિર્દોષતા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org