________________
૨૮૦
શ્રી નાનચન્દ્રજી સ્વામી
રંગી દીધી. લીંબડીના શ્રાવકો કહેતા કે અમે નાનચન્દ્રજી મ. જેવી ગુરુ સેવા કોઈ સાધુ-સાધ્વી પાસેથી જોઈ નથી.
ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધાર । પલક ન વિસરું ગુરુજીને, ગુરુ મારા પ્રાણાધાર ॥
ચારે બાજુથી પ્રસરેલી જીવન સુવાસ
વર્ષો પછી આજે પણ લીંબડી ઉપાશ્રયમાંના પ્રેરણાપ્રદ વાક્યો વાંચીએ કે ફરતા ગામડાંની સેવા ભક્તિ જોઈએ, લીંબડીની વિદ્યાર્થી બોર્ડીંગ નીરખીએ કે ત્યાંના દેવચન્દ્રજી પુસ્તકાલયનો ગ્રન્થ ભંડાર જોઈએ, પ્રાર્થના મંદિર, ભજનપદ પુષ્પમાળા વગેરે જોઈએ ત્યારે દરેક દરેક સ્થળમાં મહારાજ શ્રી નિમિત્તે ધાર્મિક પરિવર્તનને મળેલું જોમ કે જોશ કળાયા વગર રહે જ નહિ.
તેઓ સમજતા હતા કે દેશ અને દુનિયાના પ્રવાહોને જાણવા તો પડશે જ. તેની સત્યપ્રેરણાથી લીંબડીના વિદ્યાર્થીઓનો જે મહાન ફાલ ત્યારે નીકલ્યો તેમાનાં અનેક નામો અનેક ક્ષેત્ર આગળ આવી ગયા. મુંબઈમાં કે દેશ પરદેશમાં જ્યાં ઝાલાવાડની પેઢી ગઈ ત્યાં સામાજિક ક્ષેત્રે અગ્રનામ કાઢ્યું. ચરિત્ર નાયક શ્રીની સમાજ સુધારણાની પ્રવૃત્તિ જિંદગીના છેડા સુધી ચાલી. તેમણે નીચેની વાતો જોશભેર મૂકવા માંડી.
(૧) માનવ માત્રમાં જાતિભેદ, પ્રાંતભેદ, દેશભેદ, સંપ્રદાય ભેદ વગર માનવતા લાવવાનો પુરુષાર્થ કરવો.
(૨) સાધુ-સાધ્વીઓની જવાબદારી સૌથી મોટી છે. તે તેમણે પોતાની દિનચર્ચા સાથે દાખલ કરવી.
(૩) બાલવયથી જ નવી પેઢીમાં બ્રહ્મચર્ય ભાવના, વ્યસન ત્યાગ, સાંચન રુચિ તથા સંસ્કાર પ્રીતિ વગેરેનું સિંચન કરતા રહેવું.
(૪) બાલ વિધવાઓને માટે સંયમલક્ષી સાધન સંસ્થાઓ યોજવી.
(૫) લોકોમાંથી કાયરતા હાંકી કાઢવા મહાપ્રયાસ જાળવી રાખવો.
આવા અનેક રચનાત્મક મુદ્દાઓથી ધર્મક્રાન્તિનું બ્યુગલ ફૂંકાવું શરૂ થયું અને તેના પડઘા દૂર-સુદૂર પડવા લાગ્યા.
તેવામાં લાંબી સેવા અને ઘડતરનો મોટો લાભ દઈને સંવત ૧૯૭૭ કારતક દિ-૮ના રોજ પૂ. આચાર્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી કાળધર્મ પામ્યા. હવે માત્ર બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org