________________
આ છે અણગાર અમારા
૨૭૯ વ્યાપી બનાવવા માગતા હતા. તેમણે આ તક ઝડપી લીધી અને કહ્યું, “એક વાર તે આખા યે સમાજને એકઠો કરી તેની વ્યવસ્થિત સંસ્થા સ્થાપવી જોઈએ.”
સ્થા જેન કોન્ફરન્સ સ્થાપના
શેઠ અંબાવીદાસભાઈ ડોસાણીએ આ બોલ ઝીલી લીધો અને મોરબી સંઘને સંમત કરાવી, મ. શ્રીની ઈચ્છાનુસાર ભારતભરના સ્થાનકવાસી જૈનોની સંસ્થા સ્થાપી દીધી. આ રીતે તેમની પ્રેરણાથી “અખિલ ભારતીય સ્થા. જૈન કોન્ફરન્સ નામની સંસ્થા ઊભી થઈ.
આ જ સાલમાં શ્રી અંબાવીદાસ ભાઈનો યુવાન ભાણેજ ગુજરી જતાં, તેના સ્મરણાર્થે શ્રી અંબાવીદાસભાઈના આર્થિક પ્રોત્સાહનથી જેની ખૂબ જરૂર હતી એવી સ્થાનકવાસી જૈન બોર્ડીંગની પણ સ્થાપના કરાવી.
- કવિવર્ય શ્રી નાનચન્દ્રજી મહારાજને એ વિચારો દેખાતા હતા, “ધર્મક્રાન્તિના ખાસ અંગો ક્યા ક્યા? અથવા કયા છેડેથી ધર્મક્રાન્તિ લેવી જેથી તેને ચોમેર વેગ મળે.” તેઓ સારી રીતે અનુભવી ચૂક્યા હતા કે એકલા સાધુસાધ્વી કે એકલા શ્રાવક-શ્રાવિકાઓ ધર્મક્રાન્તિ કરી ન શકે. ધર્મક્રાન્તિ માર્ગમાં જોમ લાવવા માટે તેમણે સાધુ વર્ગને અભ્યાસ તરફ વાળ્યો. પ્રથમ શ્રદ્ધાળુ સાધુસાધ્વીજીઓ માટે ટબા સહિત શાસ્ત્રો લહિયાઓ પાસે લખાવ્યા. બીજી બાજુ શેઠ અંબાવીદાસ ડોસાણીના આર્થિક સહયોગથી જૈન છાત્રાલય ઉદાર ભાવે શરૂ કરવાની પ્રેરણા આપી. તેમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ પાકવા લાગ્યા. સાધુસાધ્વીજીઓમાં પણ નવી તાજગી આવી.
ગુરુસેવાનો અપૂર્વ લાભ તેવામાં તેમના ગુરુદેવને પક્ષઘાતની અસર થઈ. ત્રણેક વર્ષ કચ્છમાં ગાળ્યા પણ વળતા પાણી ન થયા. લીંબડીના શ્રાવકો આગ્રહ કરીને લીંબડી ખેંચી ગયા. લીબડીમાં નવ વર્ષ ગાળ્યા. “પળે પળેની ગુરુસેવા એ જ એમનો સર્વોપરી દૈનિક કાર્યક્રમ. પરંતુ ગુરુ જ એવા છે કે શિષ્ય પાસેથી ઓછામાં ઓછું કામ લઈ પક્ષઘાતમાં કાળજી રાખે. ગુરુદેવને જરાક ખાંસી આવી કે તેઓ તેમની પાસે પહોંચી જ ગયા હોય? સ્વચ્છતા રાખવી, રખાવવી એ જૈન સાધુની પાંચમી સમિતિનું પણ અભુત જતન કરે.
નવાઈની સાથે આનંદની વાત તો એ છે કે આવી પળેપળની સેવા સાથે આખીયે લીંબડી અને ફરતાં ગામડાની જૈન જૈનેતર જનતાને તેમણે માનવધર્મથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org