________________
૨૧૮
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી કવિવર્ય મ.શ્રી વીરજી સ્વામીએ, પૂજ્યશ્રી ગુલાબચન્દ્રજી સ્વામી સાથે જ દીક્ષિત થઈ વર્ષો પર્યત તેમના સહવાસમાં રહી ખૂબ ભક્તિ કરી હતી. તેમ જ પૂજ્યશ્રીના કાર્યમાં હંમેશા મદદગાર રહ્યા. ગુલાબ-વીરની જોડી એ રામ લક્ષ્મણની જોડીની યાદ અપાવતી હતી. જેમ રામની હયાતિમાં લઘુ બંધુ લક્ષ્મણ કાળધર્મ પામ્યા હતા તેમ અહીં પણ પૂજ્યશ્રીની હયાતિમાં લઘુબંધુ સ્વર્ગવાસ પામ્યા જેથી એ જોડી ખંડિત થઈ ગઈ.
કવિવર્ય મ. શ્રી સ્વભાવે મિલનસાર અને શાંત સ્વભાવી હતા. કાવ્યનો તેમને ઘણો જ શોખ હતો. અવારનવાર નવાં નવાં કાવ્યો રચતાં. તેમના કાવ્યોનો સંગ્રહ “વીર પદ્યાવલિ', “વીર ગહુંલી સંગ્રહ વગેરેમાં પ્રકાશિત થયો છે. આ ઉપરાંત તેમને કથા સાહિત્યનો સારો શોખ હતો, જે નાના ટુચકાઓમાં ઉપદેશાત્મક ભાષામાં ‘વીર કથામૃત' નામના પુસ્તકમાં સંગ્રહિત થયેલ છે.
તદુપરાંત વિદ્યાર્થીઓને આકર્ષવાની તેમનામાં અજબ શક્તિ હતી. પોતાના વિહાર દરમ્યાન જ્યાં જ્યાં પધારવાનું થયું ત્યાં ત્યાં વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ કરાવતા તેમ જ બાકીના સમયમાં નૂતન સાધુઓને શાસ્ત્રાભ્યાસ કરાવતા. સંઘાડાનો ભાર પણ લગભગ તેઓશ્રી જ ઉપાડતા. ગાદીના ધામમાં પાંચ વર્ષ સ્થિરવાસ
સંવત ૨૦૦૩ની સાલની શરુઆતમાં જ પૂ. આચાર્યશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીની તબિયત નરમ થવાથી લીંબડી પધાર્યા અને ઔષધોપચાર કરતાં તબિયત સ્વસ્થ થઈ. મોતિયાને કારણે તેમની આંખે ઝાંખપ વધતી હતી તેથી રાજકોટથી ડૉ. રતિલાલભાઈને બોલાવી મોતિયાનું સફળ ઓપરેશન કરાવ્યું અને ત્યારથી લીંબડીમાં સ્થિરવાસ રહ્યા. તેમની સેવામાં શાંતમૂર્તિ મ. શ્રી રુપચન્દ્રજી સ્વામી, સરળ સ્વભાવી મ. શ્રી નાગજી સ્વામી, તત્ત્વજ્ઞ મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી તથા સક્તા મ. શ્રી કેવલચન્દ્રજી સ્વામી રહ્યા. ચારે ઠાણા ભચાઉના તેમણે પૂ. શ્રીની સેવાનો ખૂબ લાભ લીધો.
પૂજ્યશ્રીની ઉંમર ૮૫ વર્ષની થવા આવી હતી. અવસ્થા પણ વર્તાતી હતી, છતાં સ્વાધ્યાય-ધ્યાનમાં તેમણે કદી પ્રમાદ સેવ્યો ન હતો. સં. ૨૦૦૬ના પ્રથમ અષાઢ વદિમાં તેઓશ્રી પર પક્ષઘાતનો હુમલો થયો. પરંતુ તાત્કાલિક ઔષધોપચારથી તથા સુંદર વૈયાવચ્ચના કારણે તબિયત સુધરી ગઈ. લાકડીના ટેકે ઉપાશ્રયના હોલમાં ચાલવા જેટલી શક્તિ પ્રાપ્ત થઈ.
સંવત ૨૦૦૮ના ફાગણ સુદ-પૂનમને સોમવારના પ્રાત:કાળે રાઈય પ્રતિક્રમણ કરીને ઊભા થતાં પૂજ્યશ્રી અચાનક પડી ગયા. જેથી જમણા પગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org