________________
આ છે અણગાર અમારા
૨૧૭ રહેવાસી જાડેજા માધવસિંહજીની લીંબડીમાં પૂજ્ય સાહેબના હાથે દીક્ષા થઈ, તેઓશ્રીને વિનયમૂર્તિ લક્ષ્મીચંદ્રજી સ્વામી (માડીમહારાજ)ના શિષ્ય તરીકે જાહેર
કર્યા.
- લઘુ બંધુ કવિવર્ય શ્રી વીરજી સ્વામીનો સ્વર્ગવાસ )
છેલ્લા કેટલાક સમયથી કવિવર્ય શ્રી વીરજી સ્વામીની તબિયત અસ્વસ્થ રહ્યા કરતી. ખાસ કરીને સ્ક્રયની નબળાઈ તેમને વારંવાર સતાવતી હતી. છતાં તેઓશ્રી સમભાવે સહન કરતા હતા. સંવત ૨૦૦૦ના જેતપુર ચાતુર્માસમાં વ્યાધિ વારંવાર હુમલા કરવા લાગ્યો. કવિવર્ય મ. શ્રીને જણાયું કે હવે આ દેહ લાંબો સમય ટકે તેમ નથી. આ નશ્વર દેહમાંથી લેવાય તેટલો લાભ લેવાનો વિચાર કરી તેમણે વ્યાવહારિક પ્રવૃત્તિ (સંપ્રદાયની સારણા-વારણા વગેરે) બંધ કરી દઈ સ્વાધ્યાય ધ્યાનમાં રત બની ગયા. ચતુર્વિધ સંઘની સાથે જ્ઞાન-અજ્ઞાત ભાવે થયેલ અપરાધની ક્ષમા યાચી.
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમનું શરીર ક્ષીણ બનતું ગયું પણ આશ્ચર્યની વાત તો એ બની કે જેમ જેમ દેહ ક્ષીણ થતો ગયો તેમ તેમ આંતરવિશુદ્ધિ વૃદ્ધિ પામતી ગઈ. मरणंपि सपुण्णाणं, जहा मेयमणुस्सयं । विप्यसण्णमणाघायं, संजयाण वुसीमओ ॥
ભાવાર્થ જે પુણ્યશાળી તથા સંયમી સાધુ પુરુષોએ પોતાનું જીવન જ્ઞાની પુરુષોએ બતાવેલ ધર્મમાર્ગે વ્યતિત કર્યું છે. તેઓનું મૃત્યુ પ્રસન્નતાભર્યુ અને આઘાત વિનાનું હોય છે, કેમ કે તેમને પોતાનો નિશ્ચય હોય છે કે મરણ એ તો જીવન કાર્યનો સરવાળો હોવાથી તેઓ ઊર્ધ્વગતિ અવશ્ય પામશે.
કવિવર્ય મ.શ્રીની આવી ઉત્તમ વિચારણા અને સરલ વૃત્તિથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જતાં. સાથેના સાધુઓએ તેમ જ જેતપુરના શ્રી સંઘે તેમની વૈયાવચ્ચ કરવામાં અંશમાત્ર પણ કચાશ ન રાખી પરંતુ આયુષ્ય કર્મના દળિયાં ભોગવાઈ જતાં કોઈ જીવંત રહી શક્યું છે?
સંવત ૨૦૭૧ના પ્રથમ ચૈત્રની પૂર્ણિમાના પવિત્ર બુધવારની રાત્રિના દોઢ વાગ્યે ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવી ૬૫ વર્ષ જેટલો દીર્ઘ દીક્ષા પર્યાય પાળી, સમાધિ ભાવમાં લીન બની, અરિહંત, સિદ્ધનું સ્મરણ કરતાં તે પુણ્યાત્માએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org