________________
૧૯૪
ઘણું જ પ્રશંસનીય કહેવાય.
સંવત ૧૯૬૭નું ચાતુર્માસ જેતપુર કાઠી રાજ્યમાં પધારતાં ત્યાંના નામદાર દરબાર સાહેબ જસાવાળા વગેરે દરબારોએ જૈન સ્થાનકમાં પહેલી વાર આવી વ્યાખ્યાનનો લાભ લીધો. પછી રસ પડતાં આખા ચાતુર્માસમાં વ્યાખ્યાન વાણીનો લાભ લેતાં. દેખાવ ખૂબ જ રમણીય હતો. છેવટે કારતક સુદિ-પૂનમના દિવસે દરબાર શ્રી રાણીગવાળા વ્યાખ્યાનમાં ઊભા થઈ જિંદગીપર્યંત શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી અને તેની ખુશાલીમાં દરેકને સાકરની લાણી કરી હતી.
શ્રી લવજી સ્વામી
આવા ઉત્તમ નિયમથી લોકોમાં ખુશાલી પથરાતાં જૈનો તરફથી ચાંદીના કાસ્કેટમાં માનપત્ર તેમને એનાયત કરવામાં આવ્યું હતું. તેનું લખાણ બહુ સારું હતું.
જેતપુરના નામદાર દરબાર ઉનડવાળા પોતાના ગામ ચૂડામાં મહારાજશ્રીને અતિ આગ્રહથી લઈ જતાં તેઓશ્રી તે જ દિવસે પોતાના ન્યાયાધીશ દોશી હરજીવનભાઈ વગેરે મંત્રી મંડળ સહિત આવી પહોંચ્યા હતા. ઉપાશ્રયમાં આવી દર્શન - વાણી વગેરેનો લાભ લઈ મ. શ્રીને ખાસ પાંચ દિવસ રોક્યા હતા. દરબારશ્રીના આમંત્રણથી પૂ. શ્રી દરરોજ દરબારી ઉતારામાં જાહેર વ્યાખ્યાનો આપતા હતા. તે ગામમાં પર્યુષણ - પર્વ નહિ પળાતા હોવાથી તે પાળવા તથા મહાવીર જ્યંતી જાહેર રીતે પાળવા, કોર્ટ બંધ રાખવા તેમ જ જીવહિંસા નહિ કરવા (જિંદગીપર્યંત) તથા તેનો આદેશ પણ નહિ આપવા પ્રતિજ્ઞા લીધી હતી. પૂ. શ્રીના ઉપદેશથી જ એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો જેનો ઉતારો નીચે પ્રમાણે છે.
“અમારો મુકામ ચૂડામાં, નામદાર સોરઠ પ્રાંતના પોલિટીકલ એજન્ટ સાહેબના પધારવાના પ્રસંગે થતાં અહીં લીંબડી સંપ્રદાયના મહારાજ શ્રી લવજી સ્વામી, મ. શ્રી જેઠમલજી સ્વામી પધારતા, તેમના પ્રીતિપૂર્ણ અતિ ઉમદા ધર્મોપદેશની અમૃતધારારૂપ બોધથી અમારા અને ચૂડાની રૈયતના દિલને ધર્મપ્રત્યે અસર થતાં ઉત્તમોત્તમ લાગણીથી અમોએ મ. શ્રી સમક્ષ કોઈ પણ પ્રાણીની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરીએ છીએ તેમ જ ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીની જન્મ તિથિ ચૈત્ર સુદિ-૧૩ના દિવસે આખા ગામમાં પાખી પાળવા માટે ખેડૂત, વેપારી વગેરે લોકોને ફરમાન કરવામાં આવે છે તથા પર્યુષણ-પર્વના આઠ દિવસ પણ પાળવા.” (વગેરે ઠરાવમાં લખ્યું હતું.)
Jain Education International
વાળા ઉન્નડ ગોદડની શહી
તા. ૨૧ જાન્યુ. ૧૯૧૩ મુ. ચૂડા.
For Private & Personal Use Only
www.jainelibrary.org