________________
આ છે અણગાર અમારા
૧૯૩ સંવત ૧૯૫૯માં ખેરવા ચાતુર્માસ કરી ત્યાંના ઠાકોરો કે જેઓ જૈન સાધુઓનો તિરસ્કાર કરતા હતા તેમને બોધ પમાડી પૂ. શ્રીએ ચાતુર્માસ ક્ષેત્ર ખુલ્લું મૂક્યું. ત્યાંના મુસલમાનોને પણ બોધ પમાડી જીવહિંસાનો સદાને માટે ત્યાગ કરાવ્યો.
- અનેક રાજાઓ, રાજકુમારો વગેરેને પ્રતિબોધ સંવત ૧૯૬૨માં સાયલા પધાર્યા, ત્યાંના પાટવી કુંવર શ્રી મદારસિંહજીએ પૂજયશ્રીના દર્શન-વાણીનો લાભ લેવા ઉપરાંત મહાવીર પ્રભુના જન્મ દિવસે પોતાની ચાલતી જીનીંગ ફેક્ટરી બંધ રાખવા હુકમ કર્યો હતો.
સંવત ૧૯૬૫ની સાલનું ચોમાસું વઢવાણ થતાં ત્યાંના ભાવિ મહારાજા જશવંતસિંહજી ઉપાશ્રયમાં આવી હંમેશા સત્સંગનો લાભ લેતા હતા. તેમની સાથે તેમના કુટુંબીજનો પણ લાભ લેવાનું ચૂકતા નહિ. કેટલાક લોકોએ દારૂ-માંસ વગેરે મહાવ્યસનોનો ત્યાગ કર્યો હતો.
સંવત ૧૯૬૬નું ચોમાસું ધાંધલપુરના દરબાર શ્રી ખવડ મોટા રૂખડના અતિ આગ્રહથી ત્યાં જ કર્યું. તેમણે પૂ. શ્રીના સત્સંગથી જિંદગીપર્યંત દર વર્ષે શ્રાવણ માસમાં શિકાર-ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી, તેની ખુશાલીમાં તેમણે સાકરની પ્રભાવના કરી હતી.
ગેડીના ભાવિક દરબારોએ પૂ. શ્રીના ઉપદેશથી હિન્દુ - મુસલમાન વગેરેને મહાવીર જયંતી પાળવા માટે ઠરાવ બહાર પાડ્યો હતો. વણાના દરબારો રાણા શ્રી જામસિંહજી વગેરે અવાર – નવાર સ્વામીજીના સત્સંગનો લાભ લેવા ઉપરાંત દર વર્ષે મહાવીર જયંતી પળાવવા દરેકને હુકમ કરી ઠરાવ કર્યો હતો.
પૂજયશ્રી લવજી સ્વામી રાજપુર પધાર્યા ત્યારે ત્યાંના નામદાર દરબાર સાહેબ શ્રી માનસિંહજીએ પોતાની કચેરીમાં પધારી વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ કર્યું હતું. પૂ. શ્રીએ તેમની વિનંતિને માન આપી ત્યાં વ્યાખ્યાન આપ્યું હતું. છેવટે દરબારશ્રીએ મહાવીર જયંતી પાળવા માટે હુકમ કર્યો કે તે દિવસે જૈન તેમજ જૈનેતરોએ પોતાના બધા ધંધા રોજગાર વગેરે બંધ રાખવા.
અંકેવાળિયાના દરબાર શ્રી તથા તેમના કુંવરોએ પૂ. શ્રીના દર્શન વાણીનો લાભ લઈ મહાવીર જયંતી પાળવા માટે કાયમી ઠરાવ પસાર કર્યો હતો. તદુપરાંત દરબાર શ્રી ઉમેદસિંહજી બાપુએ પોતાને મળેલા અપૂર્વ સત્સંગના લાભની યાદી જાળવી રાખવા જ્ઞાનદાતાના અમૂલ્ય લાભ માટે સામયિકની ૧OOO પ્રતો છપાવી મફત વહેંચી હતી. જૈનેતર હોવા છતાં જૈનધર્મના પુસ્તક માટે આટલું માન તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org