________________
૧૫૪
શ્રી અજરામરજી સ્વામી જ માડણભાઈ આળસ મરડીને ઊભા થયા, કહ્યું, “મા ! દૂધ આપ” સૌના આનંદની અવધિ ન રહી, જાણે નખમાંય રોગ ન હોય તેવી રીતે માડણભાઈ બેઠા થયા. થોડા દિવસમાં તબિયત એકદમ સારી થઈ ગઈ.
તે સમયમાં યાંત્રિક વાહનોના અભાવથી ભચાઉથી લીંબડી જતા ઘણાં જ દિવસો થાય વળી તેમને પગપાળા જવાની પ્રતિજ્ઞા પણ હતી. પુત્રને ઊંટ ઉપર બેસાડી એક શેર ખજૂર લઈ પિતા-પુત્ર આગળ વધ્યા. જુઠાભાઈ પગે ચાલી રહ્યા હતા. અનાજ ન વાપરવાની પ્રતિજ્ઞા હોવાથી ખજૂર ખાઈને દિવસો પસાર કરતા હતા.
અનુક્રમે ચાલતાં ચાલતાં એક દિવસ લીંબડી પહોંચ્યા અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. આટલા દિવસોનો પ્રવાસ કર્યો તેમાં ખજૂર ઉપર જ જીવન હતું પણ ચમત્કાર એ સર્જાયો કે ભચાઉથી નીકળ્યા ત્યારે જેટલી ખજૂર હતી તેટલી જ ખજૂર લીંબડી પહોંચ્યા ત્યારે પણ હતી. નવી ખજૂર જરાય ખરીદી ન હતી છતાં તે ખજૂરના તોલમાં કોઈ જ ફેર નહિ.
આ પ્રસંગ બન્યા પછી માડણભાઈ ૭૪ વર્ષનું આયુષ્ય ભોગવ્યું, કુલ્લ ૯૦ વર્ષ સુધી જીવ્યા, તે વર્ષો દરમ્યાન સાધુ-સાધ્વીજીઓ તેમ જ સાધર્મિક બંધુઓની સેવા ભક્તિનો ખૂબ જ લાભ લીધો. તેમની સેવાના મેવા આજે પણ તેમનું કુટુંબ ચાખી રહ્યું છે. આવી રીતે અનેક શ્રદ્ધાળુ ભક્તો પૂજ્યશ્રીના નામ સ્મરણથી શાંતિ મેળવી શકે છે તેથી જ કહ્યું છે. શ્રદ્ધા હત્નતિ સર્વત્રા એક વિદ્વાને સાચું જ કહ્યું છે
आँखोंमें अगर मुस्कान है तो इन्सान तुमसे दूर नहि । पाँखोंमें अगर उड्डान है तो आसमान तुमसे दूर नहि ॥
शिखर बैठकर विहगने यही गीत गाया है कि ।
श्रद्धामें अगर जान है तो भगवान तुमसे दूर नहि ॥ દેવ-ગુરુ અને ધર્મ તરફની શ્રદ્ધાથી જીવનો બેડો પાર થઈ જાય છે. શારીરિક, માનસિક, આત્મિક દુઃખોમાંથી મુક્ત થઈ પ્રાંતે જીવ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકે છે.
'શાંતિ માટે સદ્ગુરુનું શરણું લીધું રે.....
સંવત ૨૦૩૨ની સાલ હતી. કારતક સુદ-૧૩ની રાહ હતી બા.બ્ર. વિદુષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org