________________
આ છે અણગાર અમારા
૧૫૩ આજના સમયમાં બે-ચાર મહેમાન આવે તોય ભારે લાગે, ક્યાં ત્યારનો સમય અને ક્યાં આજનો સમય. તે વખતે અતિથિર્દેવો ભવ! એમ મનાતું જ્યારે આજે ગતિથિ દેવો ભવ અર્થાત અતિથિ એટલે યમદેવ. ભવ્ય ભૂતકાળના આ પ્રસંગમાંથી દરેકે બોધ ગ્રહણ કરવા જેવો છે.
श्रद्धा फलति सर्वत्र । ભચાઉ (કચ્છ)ના સંઘપતિ સુશ્રાવક જૂઠાભાઈ ગાલાના સુપુત્ર માડણભાઈ હતા, તેમની ઉંમર ૧૫ વર્ષની હતી ત્યારની આ વાત છે, એકાદ વર્ષ પહેલાં ગોમાબહેન સાથે તેમના લગ્ન પણ થયાં હતાં, તે માડણભાઈને અચાનક બીમારી આવી. પરિસ્થિતિ ગંભીર થતી ગઈ. તેઓ બેભાન બની પડ્યા હતા. માતા તથા પત્ની આદિ કુટુંબીજનોએ આશ છોડી દીધી હતી. નિરંતર અશ્રુપાત થઈ રહ્યો હતો. બરાબર તે જ સમયે દૃઢધર્મી સુશ્રાવક જૂઠાભાઈના મનમાં કંઈક વિચાર ફૂર્યો અને આશા બંધાણી.
તેઓશ્રી કોઈને પણ કહ્યા વિના, બેભાન બનેલા પુત્રને મૂકી ઉપાશ્રયમાં આવ્યા : ઈશાન ખૂણામાં એક પગે ઊભા રહી પૂજયશ્રી અજરામરજી સ્વામીનું નામ સ્મરણ શરૂ કર્યું. સ્મરણ સતત ચાલુ રહ્યું, સમય એના નિયમ પ્રમાણે સરકતો રહ્યો. ગામવાળા તથા કુટુંબીજનો અંદરોઅંદર વાર્તાલાપ કરવા લાગ્યા કે પુત્ર મરણ પથારીએ છે અને બાપને અત્યારે ઉપાશ્રયે જવાનું સૂઝયું છે ઈત્યાદિ અનેક પ્રકારની વાતો થઈ રહી હતી, છતાં જૂઠાભાઈ ગુરુદેવના નામ સ્મરણમાં વધારે એકાગ્ર થતા ગયા.
એક કલાક બાદ ચમત્કાર સર્જાયો. અનન્ય શ્રદ્ધા ફલીભૂત થઈ. તેમને અલૌકિક પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાં પૂજયશ્રી અજરામરજી સ્વામી જાણે સાક્ષાત્ દર્શન આપીને કહેતા કેમ ન હોય તેમ સંભળાયું, “જાઓ જૂઠાભાઈ ! તમારો પુત્ર રોગમાંથી મુક્ત થઈ જશે અને દિવસ ઊગ્યા પહેલાં દૂધ માગશે.” જૂઠાભાઈના આનંદની કોઈ સીમા ન રહી. તેમણે ત્યારે નિશ્ચય કર્યો કે પુત્રની તબિયત સારી થઈ ગયા બાદ હું એક વખત પગપાળે પુત્રને લઈ લીંબડી જઈશ.
જ્યાં સુધી લીંબડી ન પહોંચે ત્યાં સુધી મારે અનાજનો ત્યાગ. આવી દઢ પ્રતિજ્ઞા લઈ ઘરે આવ્યા. ઘરઆંગણે લોકો કહી રહ્યા છે, હવે પુત્રમાં ચેતન જ નથી માટે અંતિમ સંસ્કારની તૈયારી કરો. જુઠાભાઈને ગુરુના વચન ઉપર અતૂટ શ્રદ્ધા હતી. લોકોને કહ્યું, “સવાર સુધી રાહ જુઓ, પછી જે કરવું હશે તે કરશું.”
સૌની ગમગીની વચ્ચે રાત પસાર થઈ. પ્રભાત થવાની તૈયારી હતી ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org