________________
આ છે અણગાર અમારા
૧૩૧
કરવા ચિત્તમાં ચટપટી જાગી. પ્રસિદ્ધ થવાની બીકથી પારેખ દિવસના ભાગમાં લાભ લઈ શક્યા નહિ પણ રાત્રિના ભાગમાં બીજા માણસો ગયા પછી એકાંતનો પ્રસંગ લઈ દર્શન તેમ જ સમાગમમાં લાભ લેવા તે બહાર નીકળ્યા. પૂજ્યશ્રીના ચરણારવિંદમાં મસ્તક નમાવી સન્મુખ બેઠા.
વૃદ્ધ સાધુઓના મોઢેથી એમ સાંભળ્યું છે કે સ્વામીજીને કર્ણપિશાચિકા વિદ્યા સિદ્ધ હતી, તેના બળથી અજાણ્યા માણસનું નામઠામ અને તેના અંતરના વિચારો પણ તે કેટલેક દરજ્જ જાણી શકતા હતા, તેથી વાઘા પારેખનું નામ લઈ આગમન પ્રયોજન તેની સાથે વાતચીત કર્યા વગર કહી દેવાથી પારેખના મનમાં અતિ વિસ્મય થવાની સાથે પૂજ્યશ્રીની અદ્ભુત શક્તિ માટે પૂરતી ખાત્રી બંધાઈ.
આધુનિક વિજ્ઞાનવાદીઓની દષ્ટિએ કદાચ આ વાત ચમત્કારિક અને અમાન્ય જણાય તો પણ એટલી વાત તો નિઃશંક છે તે પૂજ્યશ્રીના અસરકારક અને યુક્તિ યુક્ત શાસ્ત્રીય બોધથી પારેખના મનમાં અપૂર્વ પ્રેમભાવ ઉત્પન્ન થયો હતો. સાક્ષાત સમાગમથી અને થોડી વાતચીતથી તો પારેખના અંત:કરણને આનંદદાયક આશ્વાસન મળવાથી અતિ પૂજ્યભાવ પેદા થયો. સ્વામીજીએ તેની ભૂતકાલીન અને આધુનિક સ્થિતિનો વાતચીત ઉપરથી અનુભવ મેળવી ચંદ્રની અન્યોક્તિથી નીચે પ્રમાણે બોધ આપ્યો.
વસંતતિવા વૃતમ્ ! नैकान्ततो वनतिस्त्रति मध्यभावी । तिस्त्रो भवन्त्यनुदिनं तरणेरवस्थाः ॥ एवं तवापि मुखमब्ज किमत्र शोको । यद्वासरे भवति पाण्डु पलाशकल्पम् । सा नास्ति संपदिह नास्ति यतो विपतिः। साप्येवमस्ति नहि या न सुखावसाना ॥ इत्थं विभाव्य समबावमुपागता ये । कस्तान्निवारयति संचरतो यथेष्टम् ।।
ભાવાર્થઃ હે ચંદ્ર ! દિવસે તારું બિંબ નિસ્તેજ બની જાય છે અર્થાત્ દિવસે મારી પડતી અને સૂર્યની ચડતી થાય છે એમ માની તું શોક કરે છે તે વૃથા છે; તું જરા લાંબી દષ્ટિથી જો તો ખરો કે સૂર્યની એક દિવસમાં કેટલી દશા બદલાય છે? સવારે ઉદય, બપોરે પૂર્ણ આબાદી અને સાંજે તદ્ન પડતી થઈ જાય છે. અરે ! સૂર્ય તો શું પણ એવો એકે પદાર્થ સંસારમાં દેખાતો નથી કે જેની ચડતીપડતી ન થતી હોય ! ચડતી પડતીનું ચક્ર નિરંતર ફર્યા કરે છે અને દુનિયાની દરેક પદાર્થ તેના ઘેરાવામાં આવ્યા વગર રહેતો નથી. આ દુનિયામાં એવી કોઈ સંપત્તિ નથી કે જેની પાછળ વિપત્તિ ડોકિયાં કરતી ન હોય, તેમ એવી કોઈ વિપત્તિ નથી કે જેને છેડે સંપત્તિ વળગેલી ન હોય, માટે ધીરજ રાખ, શાંત થા અને સૂર્યની વૃત્તિનું અનુકરણ કર ! સાંભળ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org