________________
આ છે અણગાર અમારા
વિભાગ - ૧ (૨૪ તીર્થકર, ૧૧ ગણધર, ૧૨ ચક્રવર્તી
આદિની વિગત
'પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામી ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમના સમયમાં એક કાલચક્ર પસાર થઈ જાય છે. તેમાં ઉત્સર્પિણી કાળના ૧૦ ક્રોડાકોડી સાગરોપમ અને અવસર્પિણી કાળના ૧૦ ક્રોડાકોડી સાગરોપમ કાળમાં છ – છ આરા થાય છે. ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ૨૩ તીર્થકર અને ચોથા આરામાં એક તીર્થંકર થાય છે. અવસર્પિણી કાળના ત્રીજા આરામાં એક તીર્થકર તથા ચોથા આરામાં ત્રેવીસ તીર્થંકર થાય છે. ઉત્સર્પિણી કાળના છેલ્લા ત્રણ આરામાં યુગલિયા થાય છે તથા અવસર્પિણી કાળના પહેલા ત્રણ આરામાં યુગલિયા થાય છે. ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ..... દિવસે દિવસે સારો સમય આવે છે જયારે અવસર્પિણી એટલે ઉતરતો કાળ..... દિવસે દિવસે ખરાબ સમય આવે છે. આ બંને કાળ પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં “નો ઉત્સર્પિણી નો અવસર્પિણી” નામનો સમાન કાળ પ્રવર્તે છે. ત્યાં સદેવ ચોથા આરા જેવું વાતાવરણ હોય છે. તીર્થકરો, ચક્રવતીઓ, બળદેવો, વાસુદેવો, પ્રતિવાસુદેવો કાયમ હોય છે. ભરત - ઐરવતમાં ત્રીજા – ચોથા આરામાં જ ઉત્તમ પુરુષો હોય છે.
ગત ઉત્સર્પિણી કાળમાં ચોવીસમા તીર્થંકર થયા પછી અઢાર ક્રોડાકોડી સાગરોપમ પછી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામી (આદિનાથ ભગવાન)
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં થયા..... જન્મભૂમિ : કોશલ દેશની | માતા : મરૂદેવી મહારાણી
રાજધાની, વિનીતા | લાંછન : (ચિહ્ન) વૃષભનું નગરી (અયોધ્યા | નામકરણ : માતાએ પ્રથમ વૃષભ નગરી)
યાને ઋષભનું સ્વપ્ન જન્મદિવસ : ફાગણ વદ - ૮
જોયું તેથી ઋષભદેવ પિતા : નાભિકુલકર રાજા
નામ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org