________________
૧૨૦
શ્રી અજરામરજી સ્વામી
આજ લગી લીંબડી સંપ્રદાયના સાધુઓમાં સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન બીજા સંપ્રદાયની સરખામણીમાં વધારે છે તેનું મૂળ કારણ પંડિતપ્રવર પૂજય શ્રી અજરામરજી સ્વામીનો ઉપલો વિશાળ અભિપ્રાય જ છે.
આ અભિપ્રાયને જાહેરમાં મૂકતી વખતે તેના ઉપર ઘણી કડવી અને સખત ટીકાઓ થતી પણ પૂજ્યશ્રીનું મન એવું નબળું ન હતું કે કડવી ટીકાથી ડરી જાય. તેમનો એક જ સિદ્ધાન્ત હતો કે કોઈ પણ અભિપ્રાય વિચાર્યા વગર બાંધવો નહિ, ચારે તરફનું જ્ઞાન મેળવી જમાનાને ઓળખી તર્કના વિશાળ પ્રદેશમાં બુદ્ધિને દોડાવીને અભિપ્રાય મક્કમ બાંધવો. તેની સામે ગમે તેવી ટીકા થાય પણ ડરવું નહિ.
અર્થાત્ પોતાનું હિત કરતા લોકો ટીકા કરે તો તેનાથી ડરવું નહિ. આ શ્લોકના ભાવાર્થને તેઓ બરાબર ઉપયોગમાં લેતા અને એમ સમજતા કે જે લોકો આજે ટીકા કરે છે તે જ લોકો થોડા સમય પછી જો માર્ગ નિષ્કંટક અને ઉન્નતિસાધક હશે તો તે માર્ગે ચાલશે. આ વાત આજે અનુભવસિદ્ધ થઈ છે કે જે લોકો સંસ્કૃત ભાષા તરફ અભાવની નજરે જોતા હતા તે લોકો છૂટથી હવે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરે છે. અસ્તુ.
સૂત્રનું વાચન પ્રાયઃ પૂર્ણ થયું તે દરમ્યાન પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજને ઝાલાવાડ અને સૌરાષ્ટ્રનો પ્રદેશ બતાવવા તેમની સાતે સમયજ્ઞ શ્રી અજરામરજી સ્વામીએ તે પ્રદેશમાં વિહાર કર્યો અને જેઠમલજી મહારાજ પાલણપુર તરફ પધાર્યા અને લીંબડીનો ગ્રન્થભંડાર ખુલ્લો મૂકી પૂજ્યશ્રીને વિનંતિ કરી કે આ ભંડારમાં જે પુસ્તકો આપની પસંદગીના હોય તે સ્વીકારી દાસને કૃતાર્થ કરો.
મારા ઉપર આપે જે ઉપકાર કર્યો છે તેનો બદલો કોઈ રીતે હું વાળી શકું તેમ નથી તો પણ મારી આટલી વિનંતિ સ્વીકારશો અને નિમિત્તે મને યાદ કરશો તો હું મારી જાતને કૃતાર્થ સમજીશ. કેમ કે “તમે મારા અનંતા ઉપકારી.’’ હું
તેમણે સુરતથી લાવેલાં પુસ્તકોમાંથી પૂજ્યશ્રીએ સારાં સારાં પુસ્તકો પસંદ કર્યા અને પ્રેમપૂર્વક તે પુસ્તકો સ્વીકાર્યા. સ્વામીજીની કૃતજ્ઞતા અને ઉદારતાનું આ એક અનુકરણીય દૃષ્ટાંત છે. પુસ્તકને પ્રાણતુલ્ય માનનારાઓ જો આ દાખલાનું તાત્ત્વિક રહસ્ય સમજે તો તેથી ઘણો લાભ થઈ શકે.
પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજ, સાધુજી તેમ જ સંઘની સંમતિ લઈ આ તરફના વિહારથી પોતાને થયેલો અતુલ સંતોષ અને અપરિમિત આનંદ જાહેર કરી, તમામ લોકોના પ્યારની લાગણી વચ્ચે ઘણા સત્કાર સહિત માળવા તરફ વિહાર કર્યો. પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી તથા શ્રાવકોએ તેમને ઘણું જ માન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org