SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૧૧૯ પંડિતરાજ શ્રી અજરામરજી સ્વામીના મનમાં સહાધ્યાયીને માટે માનની લાગણી હતી અને અભ્યાસમાં એક કરતાં વધારે જણ હોય તો વાંચન અને મનનમાં પરસ્પર સહાયતા મળવાથી જ્ઞાન ઉત્તેજિત થાય એમ માની જેઠમલજી મહારાજને અંતરથી ચાહતા હતા. અધ્યાપક ગુરુના સાન્નિધ્યમાં નિરંતર તત્પર રહી એ સૂત્રને અક્ષરશ: અમલમાં મૂકતા જેથી મધ્યસ્થ ગુરુની પણ પોતાની તરફ અધિક પ્રસન્નતા મેળવી શકતા જેથી સૌમ્ય સ્થિતિમાં નિર્વેિદનપણે વાચના આગળ વધતી હતી. પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજની સમજાવવાની શક્તિ ઘણી સરસ હતી, તેજ ઉપસ્થિત પણ બહુ સારી હતી. વાચનમાં આવતા દરેક મુદ્દા પર બીજાં શાસ્ત્રોનાં દષ્ટાંતો અને દલીલો આપી શંકા સમાધાન કરી ચાલતી વાતનો સારી રીતે પરિષ્કાર કરતા હતા. ભણનાર કરતાં ભણાવનારમાં ઓછામાં ઓછું દશગણું જ્ઞાન હોય ત્યારે જ નિઃશંક પાઠ ચાલી શકે અને તર્કના ખુલાસા થઈ શકે. અહીં અજરામરજી સ્વામીની તાર્કિક શક્તિમાં જે તર્કો ઉત્પન્ન થતા તેનું પૂજ્ય શ્રી તરફથી તરત જ સમાધાન થતું જેથી ભણનાર અને ભણાવનાર બન્નેને અપૂર્વ આનંદ થતો. લીંબડી અને તેની આસપાસનાં ક્ષેત્રોમાં અનુકૂળતા પ્રમાણે બે વરસ સુધી સરખી રીતે સૂત્રનું વાચન ચાલ્યું. ટીકા લગાડવાનું જ્ઞાન પોતાને સારી રીતે હતું જેથી સાથે તે ટીકાઓ પણ વાંચતા; જો કે તે સમયમાં, સંસ્કૃત અભ્યાસ ન કરવો, ગ્રન્થો ન વાંચવા, ટીકાઓ હાથમાં ન લેવી, જેમાં જરા પણ વિરુદ્ધ વાત હોય તે તરફ દ્રષ્ટિ ન કરવી; આવી માન્યતાવાળા મુનિઓની સંખ્યા ઘણી હતી તો પણ પૂજ્યશ્રી તે વિચારથી રહિત હતા. તેમનો અભિપ્રાય એવો હતો કે “જેને ઉપદેશક પદ સ્વીકારવું હોય તેણે બધાં દર્શન શાસ્ત્રો અવગાહવા જોઈએ; ભાષાજ્ઞાન ઉત્તમ પ્રકારનું મેળવવું જોઈએ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “સસમયન્ને પરસમયa” જૈન સાધુ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જાણકાર હોય છે.” अनंतशास्त्र बहवश्च विद्याः, स्वल्पश्च कालो बहवश्च विघ्नाः । यत्सारभूतं तदुपासनीयं, हंसो यथा क्षीरमिवाम्बुमध्यात् ॥ ભાવાર્થ શાસ્ત્રો અનંત છે, વિદ્યાઓ ઘણી છે. જિંદગી ટૂંકી છે અને વિક્નો ઘણાં છે તેથી જે સારભૂત હોય તેની ઉપાસના કરવી; જેવી રીતે હંસ દૂધ ખેંચી લે છે અને પાણી મૂકી દે છે. ટૂંકમાં આ શ્લોકના ભાવાર્થને અનુસરી દરેક પુસ્તક વાંચી તેમાંથી સારા ખેંચવો; અલબત્ત, સત્ત્વ ખેંચવા જેટલી બુદ્ધિની કસોટી સંપાદિત કરવી જોઈએ. બુદ્ધિ કસોટીએ ચડી તો પછી માનનીય કોઈ પણ ગ્રન્થ વાંચવામાં વાંધો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy