SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી ધર્મસિંહજી સ્વામી પ્રેરણા મેળવી ૧૬૯૪માં પુનઃ દીક્ષા લીધી તેવો ઉલ્લેખ મળે છે.) દીક્ષા લીધા પછી દરિયાપુર દરવાજા પાસે આવી દરવાનની આજ્ઞા લઈ ઓટલા ઉપર બેસી જાહેર વ્યાખ્યાન આપવા લાગ્યા. સત્યધર્મનો ઉપદેશ જનતાને રુચે તે સ્વાભાવિક હતું; તેથી ઘણા લોકો તેમનો ઉપદેશ દરરોજ સાંભળવા લાગ્યા. તેમાં દલપતરાયજી નામના બાદશાહના કામદાર રોજ આ રસ્તે થઈને સાબરમતી નદીના કિનારે બાદશાહને મળવા જતા. તેઓ પૂ. શ્રીના અલૌકિક બોધથી પ્રસન્ન થયા અને જૈન ધર્મના અનુરાગી બન્યા. ગુરુભક્તિથી પ્રેરાઈને દલપતરાયજીએ ધર્મસિંહજી મહારાજને પોતાના એક વધારાના મકાનમાં ઉતારો આપ્યો. જે મકાનમાં ઉતારો આપ્યો તે જ મકાન હાલ છીપાપોળમાં આવેલો ઉપાશ્રય જે પુરાતન કહેવાય છે. પૂજય શ્રી ધર્મસિંહજી મહારાજના શુદ્ધ ઉપદેશને અનુસરનારો જે સમૂહ થયો તે હાલ “દરિયાપુરી સંપ્રદાય”ના નામે પ્રસિદ્ધ છે. પૂજય શ્રી ધર્મસિંહજી મહારાજ તથા તેમનું શિષ્યમંડળ વીતરાગ પ્રણીત શાસ્ત્રાનુસાર આચારનું પાલન કરતા હતા. એક વાર તેઓ પોતાના શિષ્યોને વિનયનું માહાસ્ય સમજાવતા હતા. તે વખતે ત્યાં બેઠેલા બ્રાહ્મણને શંકા પડી. તેણે ધર્મસિંહજી મહારાજને નમ્રભાવે પૂછયું, “મહારાજ ! આપ જે પ્રકારનું વિનયનું સ્વરૂપ બતાવો છે તે પ્રમાણે આજના જમાનામાં વર્તન થતું હશે ?” “હા.” પૂજયશ્રીએ ટૂંકમાં જવાબ આપ્યો, પરંતુ વિપ્રને સંતોષ ન થયો. આ વાતની પ્રત્યક્ષ સાબિતી કરવા માટે પોતાના સુંદરજી નામના શિષ્ય કે જે એકાંતમાં શાસ્ત્રાધ્યયન કરી રહ્યા હતા, તેમને બોલાવ્યા. મુનિશ્રી હાથ જોડી ઊભા રહ્યા. પણ ધર્મસિહજી મહારાજ તેમની સાથે કાંઈ પણ વાત કર્યા વગર બ્રાહ્મણ સાથે જ્ઞાનચર્ચા કરવા લાગ્યા. થોડીવાર પછી મુનિ પોતાના સ્થાને જતા રહ્યા. પુનઃ શિષ્યને બોલાવ્યા. મુનિ હાજર થયા પરંતુ ગુરુદેવે આ વખતે પણ સામે જોયું નહિ. મુનિ સ્વસ્થાને ગયા. ફરીને ત્રીજી વખત બૂમ પાડી. મનમાં લેશ પણ ક્ષોભ પામ્યા વગર સુંદરજી ગુરુદેવ પાસે આવી ઊભા રહ્યા પરંતુ ગુરુમહારાજ મૌન રહ્યા. આ જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામી બોલી ઊઠ્યો, “મહારાજ ! આપ કહો છો તે વિનયનું પાલન અક્ષરશ: મેં આપના શિષ્યમાં જોયું.” પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી. એક વાર એક બ્રાહ્મણ પંડિત એક હજાર શ્લોકવાળો નવો ગ્રન્થ લઈને ધર્મસિંહજી મહારાજ પાસે આવ્યો અને કહ્યું, “મહારાજ! આ શ્લોકોના અર્થ મને આવડતા નથી, આપ કૃપા કરી સમજાવશો?” “હા, આજે તમે આ ગ્રન્થ આપતા જાવ, આવતી કાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy