________________
આ છે અણગાર અમારા
૮૭
“ભાઈ ! મને તો મારા ગુરુની આજ્ઞા છે અને ઞજ્ઞા ગુસાંઘવિદ્યારળીયા ।ગુરુની આજ્ઞામાં કાંઈ વિચાર કરવાનો ન હોય.”
રહેવાની આજ્ઞા લઈ ધર્મસિંહજી મહારાજ ત્યાં રાત્રિવાસ રહ્યા. જેમ જેમ રાત્રિ વ્યતીત થવા લાગી તેમ તેમ તે જગ્યા બિહામણી બનતી ગઈ. હંમેશના નિયમ મુજબ યક્ષ પ્રગટ થયો. મુનિશ્રી શાસ્ત્ર-સિદ્ધાન્તના સ્વાધ્યાયમાં તલ્લીન બની ગયા હતા. યક્ષ મુનિશ્રી તરફ એકાગ્ર દૃષ્ટિથી જોવા લાગ્યો. કદી નહિ સાંભળેલા શબ્દો તેણે સાંભળ્યા તેથી તે આશ્ચર્ય પામ્યો, એટલું જ નહિ પણ એના હૃદયનું પરિવર્તન થઈ ગયું. મુનિશ્રી તરફ માનની લાગણી જન્મી. વૈર ભૂલી જઈ મુનિનાં ચરણોમાં નમસ્કાર કર્યા.
દેવના હ્રદયનું પરિવર્તન જોઈ ધર્મસિંહજી મહારાજે તેને બોધ આપ્યો. તે સદ્બોધથી પ્રેરાઈને હવે પછી કોઈ પણ પ્રાણીને આ સ્થાનકમાં ઉપદ્રવ નહિ કરવાનો નિશ્ચય કર્યો. પોતાની શુભ ભાવના બતાવી સ્વસ્થાનકે ચાલ્યો ગયો. શ્રી ધર્મસિંહજી મહારાજ કસોટીમાંથી પાર ઊતરી ગયા. આ બધો પ્રભાવ ગુરુકૃપા, હૃદયની દઢતા, ધર્મશ્રદ્ધા અને વીતરાગ વાણીનો હતો. ધન્ય છે આવા મહાન પ્રભાવક મુનિરાજને !
""
સવાર પડતાં જ અનેક મનુષ્યો શું થયું છે તે જોવાના ઈરાદે દરિયાખાનની જગ્યા પાસે આવી પહોંચ્યા. ત્યાં તો સૌએ આશ્ચર્ય વચ્ચે મુનિરાજને સહિસલામત ધ્યાનસ્થ સ્થિતિમાં જોયા. થોડીવાર પછી ધર્મસિંહજી મહારાજે સૌને ગત રાત્રિની વાત કરીને કહ્યું, “હવે આ સ્થાન વીતરાગ દેવની કૃપાથી ભયરહિત બન્યું છે.’ ચાર ઘડી દિવસ ચડ્યા પછી ધર્મસિંહજી મહારાજ કાળુપુરના ઉપાશ્રયે આવ્યા અને ગુરુમહારાજને ભાવપૂર્વક વંદન કર્યા. કસોટીમાંથી પાર ઊતરેલા જાણી ગુરુમહારાજે તેમની મુક્તકંઠે પ્રશંસા કરી અને કહ્યું કે, “તમારા શૂરાતન ભરેલા કાર્યથી હું સંતોષ પામ્યો છું. તમને શુદ્ધ ત્યાગમાર્ગ ગ્રહણ કરવાની આજ્ઞા આપું છું.’” જાઓ અને ભગવાન મહાવીરના શાસનને દીપાવો. શિવાસ્તે સત્તુ પન્થાન:। આ પ્રસંગ સંબંધી એક ઐતિહાસિક નોંધ મળે છે.
સંવત સોળ પંચાસીએ, અમદાવાદ મોઝાર । શિવજી ગુરુકો છોડ કે, ધર્મસિંહ હુવા ગચ્છ બહાર ॥
આમ ગુરુનું આશીર્વચન મેળવી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવા ઈચ્છતા કેટલાક યતિઓને સાથે લઈ ધર્મસિંહજી મહારાજ દરિયાપુર દરવાજા બહારના ઈશાન ખૂણામાં આવેલા એક ઉદ્યાનમાં પ્રવેશ્યા અને ત્યાં પુનઃ દીક્ષા ધારણ કરી. તે સાલ હતી સંવત ૧૬૮૫. (જ્યારે ‘હમારા ઈતિહાસ’' પુસ્તકમાં લવજી ઋષિ તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org